ટીમ ઇન્ડિયાને પરેશાન કરનાર બોલરને ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરી દીધો
News18 Gujarati Updated: July 31, 2018, 8:34 PM IST

ટ્રોફી સાથે વિરાટ કોહલી અને જો રુટ (તસવીર- બીસીસીઆઈ)
- News18 Gujarati
- Last Updated: July 31, 2018, 8:34 PM IST
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. આ મેચ પહેલા ચોંકવનારા ન્યૂઝ છે કે યજમાન ઇંગ્લેન્ડે પોતાના સૌથી સફળ બોલરમાંથી એક સ્પિનર મોઈન અલીને પ્લેઇંગ ઇલેવમાંથી બહાર કરી દીધો છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. જેમાં મોઈન અલીને સ્થાન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે અલીએ 2014ની શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો સામે ઘણો સફળ રહ્યો હતો.
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન - ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં જો રુટ, એલિસ્ટર કૂક સિવાય કીટોન જેનિંગ્સ, ડેવિડ મલાનને પણ તક મળી છે. સાથે ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન જોની બેરિસ્ટો, જોશ બટલર પણ ટીમમાં છે. ટીમમાં ફાસ્ટ બોલર સેમં કુરેનને પણ સ્થાન મળ્યું છે. બ્રોડ અને જેમ્સ એન્ડરસન ટીમમાં છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવવા સફળ રહ્યો છે. ઇંગ્લેન્ડે પ્લેઇંગ ઇલેવનમાં
એકમાત્ર સ્પિનર તરીકે આદિલ રશિદને રાખ્યો છે.પિચ સ્પિન ફ્રેન્ડલી નહીં હોય!
મોઈન અલીએ 2014માં ટીમ ઇન્ડિયા સામેની શ્રેણીમાં 19 વિકેટ ઝડપી હતી. જોકે ઇંગ્લેન્ડે તેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરી દીધો છે. તેને ડ્રોપ કરવાનો મતલબ છે કે એજબેસ્ટનની પિચ સ્પિન ફ્રેન્ડલી હશે નહીં. પિચમાં તેજ ઉછાળ અને સ્વિંગ થવાની સંભાવના છે.

Loading...