Home /News /sport /India vs England U19 world cup 2022 Live Score: ઇંગલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ફાઇનલમાં કાંટાની ટક્કર

India vs England U19 world cup 2022 Live Score: ઇંગલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ફાઇનલમાં કાંટાની ટક્કર

IND vs ENG live Score : ભારત અને ઈન્ડલેન્ડ વચ્ચે આજે અન્ડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ

india vs England U19 World Cup 2022 Live Score: આજે વેસ્ટઇન્ડિઝમાં ભારત અને ઈન્ગલેન્ડ વચ્ચે અન્ડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ, ભારત પાંચમીવાર વર્લ્ડકપ જીતવા મેદાનમાં ઉતરશે

india vs England U19 World Cup 2022 Live Score: આજે અન્ડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચનો ( (India vs England U-19 World Cup Final) જંગ વેસ્ટઇન્ડિઝમાં ખેલાઈ રહ્યો છે. આ મેચમાં ભારતનો મુકાબલો ઈન્ગલેન્ડ સામે થઈ રહ્યો છે. ચારવાર સતત અને કુલ 4 અન્ડર-19 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમ આજે આ ટુર્નામેન્ટમાં ભારતની (IND vs ENG ફાઇનલ Live Score) જેમ જ અજય રહેલી ઈન્ગલેન્ડ સામે બોલિંગ કરશે.

અગાઉ ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં તાકાતથી હરાવી અને ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ચાર વખતની વિશ્વ વિજેતા ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવા માટે હોટ ફેવરિટ છે તો ઈન્ગલેન્ડ 24 વર્ષ બાદ અન્ડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં આવી અને જીતની ચેતાવણી આપી ચુક્યું છે.

ભારતની કેપ્ટનશીપ દિલ્હીનો યથ ઢૂલ ( (Yash Dhull) કરી રહ્યો છે. યશ ઢૂલે સેમિફાઇનલમાં લડાયક સદી મારી અને ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતનો પાયો નાખ્યો હતો ત્યારબાદ ઓસવાલની બોલિંગમાં એકપછી એક બેટ્સમેન આઉટ થતા ગયા અને ભારતની શાનદાર જીત થઈ હતી.

વિરાટ કોહલી પણ જીતાડી ચુક્યો છે વર્લ્ડકપ

અગાઉ ભારતને અન્ડર-19 વર્લ્ડકપમાં વિરાટ કોહલી (virat Kohli) અન ઉનમુક્ત ચંદ (Unmukt chand) જેવા સ્ટાર ખેલાડીઓ જીત અપાવી ચુક્યા છે. જોકે, ઈન્ગલેન્ડ પણ ભારતની જેમ ટુર્નામેન્ટમાં અજેય છે અને પ્રથમ બેટિંગ કરી રહી છે ત્યારે આ મેચના પરિણામ પર સમગ્ર વિશ્વની નજર છે.



છેલ્લે 2018માં ભારત જીત્યું હતું વર્લ્ડકપ

અગાઉ વર્ષ 2018માં ભારત પૃથ્વી શૉની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યુ હતું. ભારતીય ટીમે ફાઇનલમાં પ્લેઇંગ ઈલેવનમાં કોઈ બદલાવ કર્યો નથી. જ્યારે ઈન્ગલેન્ડ 1998 બાદ આજે ફરી વર્લ્ડકપ જીતવા માટે મેદાને છે.

ભારતીય ટીમ

યશ ઢૂલ (કેપ્ટન) શેક રાશિદ (વાઇસ કેપ્ટન) દિનેશ બાના, રાજ બાવા, અનીશ્વર ગૌતમ, રાજવર્ધન હેંગારકર, હરનૂર સિંહ, માનવ પારખ, વિક્કી ઓસ્તવાલ, અંગકૃષ રધુવંશી, રવિ કુમાર, આરાધ્ય યાદવ, ગર્વ સાંગવાન, સિદ્ધાર્થ યાદવ, નિશાંત સાધુ, કૌશલ તાંબુ, વાસુ વત્સ
First published:

Tags: Cricket News in Gujarati, IND Vs ENG, Under-19 World cup 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો