પોતાના ખેલાડીઓના કારણે જ મુશ્કેલીમાં ફસાયો વિરાટ કોહલી!, જાણો કેમ બન્યું આમ

News18 Gujarati
Updated: July 19, 2018, 4:22 PM IST
પોતાના ખેલાડીઓના કારણે જ મુશ્કેલીમાં ફસાયો વિરાટ કોહલી!, જાણો કેમ બન્યું આમ

  • Share this:
વન-ડે શ્રેણી ગુમાવ્યા પછી હવે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે એક ઓગસ્ટથી 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં રમશે. પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટીમની જાહેરાત થતા જ વિરાટ કોહલી માટે પરેશાની શરૂ થઈ ગઈ છે. કારણ કે વિરાટ કોહલી પાસે વન-ડે ટીમની જેમ ટેસ્ટ ટીમમાં પણ ઘણા વિકલ્પ છે. જેથી પ્લેઇંગ ઇલેવનમાં કોને રમાડવા અને કોને બહાર બેસાડવો તે કોહલી માટે પરેશાનીનો વિષય બની શકે છે.

લોકેશ રાહુલ રમશે કે શિખર ધવન?
લોકેશ રાહુલને લઈને ફરી એક વખત સવાલ છે કે તેને કયા સ્થાને રમાડવામાં આવશે. કારણ કે રાહુલ રમે તો શિખર ધવનનું રમવું મુશ્કેલ બની જશે. જો વિરાટ કોહલી લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડે તો પછી પૂજારા, કરુણ નાયર જેવા બેટ્સેમેન કયા સ્થાને રમશે તે પણ મોટો સવાલ છે. એ વાતતો નક્કી છે કે શિખર ધવન કે લોકેશ રાહુલ બંનેમાંથી કોઈ એક જ બેટ્સમેન પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકશે.કેટલા સ્પિનર રમશે અને કોણ રમશે?
વિરાટ કોહલીની બીજી મોટી પરેશાની પોતાના સ્પિનર્સને લઈને પણ છે. કુલદીપ યાદવે ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આર.અશ્વિન પણ અનુભવી બોલર છે અને કાઉન્ટીમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઇન્ડિયા પાસે જાડેજા પણ છે, જે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા ક્રમાંકે છે. સવાલ એ છે કે વિરાટ કોહલી કેટલા સ્પિનર્સને પ્લેઇંગ ઇલેવનમાં રમાડશે? ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે પિચ પર ઘાસ રાખશે તો શું વિરાટ કોહલી બે સ્પિનરને ટીમમાં રાખશે? જો બે સ્પિનર રાખશે તો કુલદીપ યાદવ, અશ્વિન અને જાડેજામાંથી કયા બે સ્પિનરને રમાડશે. જો પિચ એક જ સ્પિનરને લાયક હશે તો વિરાટ કોહલી માટે એક સ્પિનરની પસંદગી કરવી સૌથી મોટી સમસ્યા બની જશે.

આવી હોઈ શકે છે ટેસ્ટની પ્લેઇંગ ઇલેવન

મુરલી વિજય, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ.
First published: July 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading