Home /News /sport /IND vs Eng Live: ભારત 10 વિકેટે હાર્યું, ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં

IND vs Eng Live: ભારત 10 વિકેટે હાર્યું, ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં

આજે સેમિફાઇનલ

T20 WorldCup 2022: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની સેમિફાઇનલ રમાવા જઇ રહી છે.  રોહિત શર્મા ટોસ હાર્યો હતો અને ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. 

વધુ જુઓ ...
    T20 World Cup 2022: ભારત ટી-20 વર્લ્ડકપમાંથી સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર સાથે જ બહાર ફેકાયુ છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 13 નવેમ્બરે મેલબોર્નમાં ફાઇનલ મેચ રમાશે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે કેપ્ટન ઓપનર જોસ બટલરના અણનમ 80 અને એલેક્સ હેલ્સના અણનમ 86 રનની મદદથી આ મેચને જીતી લીધી હતી.

    હાર્દિક પંડ્યા ઇનિંગની 13મી ઓવર નાંખી હતી. આ ઓવરમાં બટલરે એક સિક્સ અને એક ફોર સાથે 17 રન લીધા હતા. આ દરમિયાન બટલરે પોતાની ફિફ્ટી પણ પૂરી કરી લીધી હતી.

    બારમી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને એક સિક્સ એક ફોર સહિત 15 રન આવ્યા હતા.

    અર્શદીપ દસમી ઓવર લઇને આવ્યો હતો. આ ઓવરમાં સાત રન આવ્યા હતા.

    ઇનિંગની નવમી ઓવર હાર્દિક પંડ્યા લઇને આવ્યો હતો. માત્ર આ ઓવર ભારત માટે સારી રહી હતી. હાર્દિકે માત્ર સાત રન ખર્ચ કર્યા હતા.

    આઠમી ઓવરમાં એલેક્સ હેલ્સે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન હેલ્સે 5 સિક્સ અને એક ફોર ફટકારી હતી. અક્ષરની નવમી ઓવરમાં નવ રન આવ્યા હતા.

    રવિચંદ્રન અશ્વિન સાતમી ઓવર લઇને આવ્યો હતો. આ ઓવરમાં એક સિક્સ સહિત 12 રન આવ્યા હતા.

    ઇનિંગની છઠ્ઠી ઓવર અક્ષર લઇને આવ્યો હતો. આ ઓવરમાં એક સિક્સ અને એક ફોરની મદદથી ઇંગ્લેન્ડની ટીમે 11 રન બનાવ્યા હતા.

    ઇનિંગની પાંચમી ઓવરમાં શમી લઇને આવ્યો હતો. આ ઓવરમાં એક સિક્સ અને એક ફોર સહિત 11 રન આવ્યા હતા. આ ઓવરમાં સ્લીપમાં કેચ ગયો હતો પરંતુ સ્લિપમાં કોઈ ખેલાડી ગોઠવ્યો નહતો. ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.

    ઇનિંગની ચોથી ઓવર અક્ષર પટેલ લઇને આવ્યો હતો. આ ઓવરમાં બટલરે લગાવેલી એક ફોર સહિત ટોટલ 8 રન આવ્યા હતા.

    ઇનિંગની ત્રીજી અને ભૂવીની બીજી ઓવરમાં હેલ્સે એક સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં કુલ 12 રન આવ્યા હતા.

    ભૂવીની પ્રથમ ઓવરમાં ઇંગ્લેન્ડ તરફથી બટલરે ત્રણ ફોર ફટકારી હતી. બીજી ઓવરમાં અર્શદીપ સિંહે 8 રન આપ્યા હતા, જેમાં બટલરે એક ફોર ફટકારી હતી.

    ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરીને ટીમ ઇન્ડિયાને બેટિંગ આપી હતી. ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 168 રનનો સ્કોર બનાવી લીધો હતો.

    આ દરમિયાન વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર અર્ધશતકીય ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 50 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 63 રન બનાવીને અણનમ રહ્યો હતો. ટીમ ઇન્ડિયાને જીતવા માટે હવે બોલરો પર દારોમદાર રહેશે.

    હાર્દિક પંડ્યા-વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને ફાઈનલમાં પ્રવેશવા માટે એક સન્માનજનક સ્કોર બનાવી દીધો હતો. ઇંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો પડકાર મળ્યો છે.

    હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં 19મી ઓવરમાં પોતાની અર્ધશતક બનાવી દીધી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાના સ્કોરને પણ એક ઉંચાઇ પર લઈ ગયો હતો. હાર્દિક પંડ્યાએ 29 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ફોરની મદદથી 52 રન બનાવી લીધા હતા.

    17મી ઓવરમાં વિરાટ કોહલી 50 રન બનાવીને વિરાટ કોહલી કેચ આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં 40 બોલમાં ચાર ફોર અને એક સિક્સની મદદથી અર્ધશતક ફટકારી હતી.

    ભારતે 12 ઓવર સુધીમાં પોતાના ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે. હવે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઉપર ઇનિંગનો દારોમદાર ટકેલો છે. ઇંગ્લેન્ડની મજબૂત ટીમને એક સારો સ્કોર આપવા માટે વિરાટ -હાર્દિકે મોટી ઇનિંગ રમવી પડશે.

    12 ઓવરમાં ભારતને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ફટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ તાબડતોડ બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, બારમી ઓવર લઇને આવેલા આદિલ રશીદની ઓવરમાં સિક્સ મારવા જતાં સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને કેચ આઉટ થઇ ગયો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાને 75 રને ત્રીજી ફટકો લાગી ગયો હતો.

    નવમી ઓવરમાં ક્રિસ જોર્ડને ભારતને રોહિત શર્માના રૂપમાં બીજો ફટકો આપ્યો હતો. રોહિત શર્મા 27 રન બનાવીને કેચ આઉટ થઇ ગયો છે. રોહિત શર્મા આઉટ થયો તે પહેલા રન બનાવવાની મશક્કત કરી રહ્યો હતો, તે પોતાની લયમાં હોય તેવું દેખાઇ રહ્યું નહતું. રોહિત શર્માને પોતાની ઇનિંગ દરમિયાન બે વખત આઉટ થતાં-થતાં બચ્યો હતો. જોકે, અંતે તેને ક્રિસ જોર્ડનની ઓવરમાં સિક્સ મારવાની ફિરાકમાં એકદમ ખરાબ શોર્ટ મારીને પોતાની વિકેટ ગુમાવી દીધી છે.

    સેમ કરનની પાંચમી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માને એક જીવનદાન મળ્યું છે. ઇંગ્લેન્ડના એક ખેલાડીએ કેચ છોડીને રોહિત શર્માને જીવનદાન આપ્યું છે.

    કેએલ રાહુલ ઇનિંગની બીજી જ ઓવરમાં પાંચ રન બનાવીને કેચ આઉટ થઇ ગયો હતો. ક્રિસ વોક્સની પ્રથમ અને ઇનિંગની બીજી જ ઓવરમાં તે બટલરના હાથમાં કેચ આપી બેઠો હતો.

    ભારતીય ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના સ્થાને ડાબોડી બેટ્સમેન ઋષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.



    આ વર્લ્ડ કપની સફર બંને ટીમો માટે અત્યાર સુધી સારી રહી છે. બંને ટીમો અત્યાર સુધી માત્ર એક-એક મેચ હારી છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા (IND vs SA) સામે હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આયર્લેન્ડ સામે ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. હાલ બંને ટીમો ફૂલ ફોર્મમાં હોય તેમ લાગી રહ્યું છે. આ બંને ટીમોની બોલિંગ અને બેટિંગમાં સારું સંતુલન જળવાઇ રહ્યું છે.

    પાકિસ્તાને તેની સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઈનલ રમનારી બીજી ટીમ કોણ હશે તે આજે નક્કી થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ (IND vs ENG સેમી ફાઈનલ) આજે એડિલેડમાં યોજાવા જઈ રહી છે. આજે જે પણ ટીમ મેચ જીતશે તે સીધી ફાઇનલમાં જશે અને 13 નવેમ્બરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે ફાઇનલ મેચ રમશે. ભારતની ટીમ આજે દરેક પરિસ્થિતિમાં જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવવા માંગશે. ચાહકો ઘણા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચના સપના જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ ચાહકોનું આ સપનું પૂરું કરી શકશે કે કેમ તે જોવાનું રહેશે.

    પિચ રીપોર્ટ

    આ મેચ 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચમાં વપરાયેલી વિકેટ પર રમાશે. આપને જણાવી દઇએ કે અહીં અફઘાનિસ્તાન 168ના સ્કોરનો પીછો કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું. આ મેચમાં શરૂઆતમાં પિચ સ્લો હતી અને અનિયમિત બાઉન્સ પણ હતો. પરંતુ રાત્રે બોલ સારી રીતે બેટ પર ટક્કરમાં આવી રહ્યો હતો. આ મેચમાં પીચનો મિજાજ યથાવત્ રહી શકે છે. તેથી બેટિંગ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અહીંના મેદાનની બાઉન્ડ્રી પણ નાની છે.

    વાતાવરણના શું છે હાલચાલ?

    આજે સવારે એડિલેડમાં હળવા વરસાદની સંભાવના છે, પરંતુ મેચના સમયે હવામાન સાફ રહેશે. એટલે કે મેચ કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થઇ શકે છે.

    આ પણ વાંચો: T20 વર્લ્ડ કપઃ જો ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થશે કઇ ટીમ ફાઈનલમાં પહોંચશે? જાણો

    ટીમો:
    ભારત (પ્લેઇંગ ઇલેવન): કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

    ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન): જોસ બટલર, એલેક્સ હેલ્સ, ફિલિપ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Rishabh pant, Semifinal, T20 World Cup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन