Ind vs Eng: ગિલના રીપ્લેસમેન્ટ અંગે ગાંગુલીએ આપ્યું મોટુ નિવેદન, જાણો શું કહ્યું

શુભમન ગિલની ફાઈલ તસવીર

શુભમન ગિલ (shubman gill) પગની ઈજાને કારણે જજૂમી રહ્યો છે. જેના કારણે તે ઈંગ્લેન્ડ અને ભારત (India vs England)ની વચ્ચે આવતા મહિને શરૂ થનારી ટેસ્ટ મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.

 • Share this:
  નવી દિલ્લી: શુભમન ગિલ(shubman gill)ને ઈજાના કારણે આવતા મહિને શરૂ થનારી ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. મીડિયાના અનેક અહેવાલો અનુસાર, ગિલને પગમાં ઈજા થઈ હતી. ગિલના બહાર નીકળવાની સાથે હવે ઓપનિંગ કોમ્બિનેશન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમના એક્ઝિટને કારણે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ માટે દરવાજા ખુલી ગયા છે.

  જોકે, બીસીસીઆઈએ હજી સુધી ગિલના સ્થાને કોઈ પણ અન્ય ખેલાડીની જાહેરાત કરી નથી. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગિલની બદલી અંગે મોટું નિવેદન આપ્યું છે અને આ મામલો ટીમ મેનેજમેન્ટ પર છોડી દીધી છે.

  આ પણ વાંચો: પૃથ્વી શૉ સેહવાગની યાદ અપાવે છે, ટીમ ઈન્ડિયા પાસે જીતવાની સારી તક: મુથૈયા મરલીધરન

  ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરશે

  ન્યૂઝ 18 સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું હતું કે, હું આ મામલે દખલ કરતો નથી. ટીમ મેનેજમેન્ટ આ અંગે નિર્ણય લેશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા તબક્કામાં પોતાનું અભિયાન શરૂ કરશે. એવા અહેવાલો પણ મળ્યા હતા કે, પૃથ્વી શો અને દેવદત્ત પાડિક્કલને ગિલના સ્થાને ટેસ્ટ ટીમમાં સામેલ કરી શકાય છે.

  આ પણ વાંચો: SL vs IND 2021 Live Streaming: શ્રીલંકા-ભારત વચ્ચેની પ્રથમ વનડે મેચ, જાણો ક્યાં દેખાશે

  બંને હાલમાં મર્યાદિત ઓવરની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસ પર છે. જોકે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર શો અને પાડિક્કલને શામેલ કરવાની વિનંતી નામંજૂર કરવામાં આવી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી 4 ઓગસ્ટથી યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી શીખવું અને મેચની કેટલીક પ્રેક્ટિસ બાદ ટીમ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે અને વિજેતા અભિયાન ચલાવશે.
  Published by:kuldipsinh barot
  First published: