ન્યૂઝ18 ગુજરાતી : ઈંગ્લેન્ડ સામે ભારતને મળેલી હારે પાકિસ્તાની સમર્થકોનું દિલ તોડી દીધું છે. પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચવા માટે સમર્થકો ઈંગ્લન્ડની હારની દુઆ કરી રહ્યા હતા, પરંતુ મેચનું પરિણામ બીજું જ આવ્યું. ઈંગ્લન્ડે ભારતને હરાવીને પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચી ગયું છે. તેના કારણે પાકિસ્તાન એક નંબરે નીચે સરકી ગયું છે. તેના કારણે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે.
ભારતને ઈંગ્લેન્ડે 31 રને હરાવ્યું અને હવે ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે પોતાના બાકી બચેલી મેચોમાંથી કોઈ એક કોઈ પણ રીતે જીતવી પડશે.
પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચવા માટે પોતાનો છેલ્લો મુકાબલો જીતવો જરૂરી હતો. તેની સાથે જ એ પણ જરૂરી હતું કે ઈંગ્લેન્ડ પણ પોતાની છેલ્લી બે મેચ હારી જાય. પાકિસ્તાન તો બેમાંથી એક મેચ જીતી ગયું, પરંતુ ઈંગ્લેન્ડે બેમાંથી એક જીતી લીધી.
ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમ ઘણી ટ્રેન્ડ થવા લાગી.