LIVE મેચમાં કોમેન્ટેટરે કરી મોટી ભૂલ, માંગવી પડી માફી!

તસવીર - ટ્વિટર

 • Share this:
  ક્રિકેટ મેચ દરમિયાન ટીમોના ખેલાડીઓ ભૂલ કરે છે, અમ્પાયરો પણ ભૂલ કરે છે અને ઘણી વખત જોવા મળે છે કોમેન્ટેટર પણ મોટી ભૂલો કરે છે. આવો જ નજારો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે દરમિયાન જોવા મળ્યો હતો. આ મેચમાં કોમેન્ટેટર ભૂલ કરી બેઠો હતો આ કારણે LIVE મેચમાં માફી માંગવી પડી હતી. અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરની. જે કોમેન્ટ્રી દરમિયાન ભૂલ કરી બેઠો હતો.

  ભારતની ફિલ્ડિંગ સમયે 12મી ઓવરમાં સંજય માંજરેકર ઇંગ્લિશ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જોકે અચાનક હિન્દી બોલવા લાગ્યો હતો. જેને સાંભળીને તેની સાથે રહેલો પૂર્વ વિકેટકીપર અને સાથી કોમેન્ટેટર દીપદાસ ગુપ્તા જોર-જોરથી હસવા લાગ્યો હતો. દીપદાસને જોર-જોરથી હસતો જોઈને માંજરેકરને પોતાની ભૂલની જાણ થઈ હતી કે તે ઇંગ્લિશ કોમેન્ટેટર છે અને હિન્દીમાં બોલી રહ્યો છે. આ પછી તેણે ઇંગ્લિશ સાંભળનાર દર્શકોની માફી માંગી લીધી હતી.  માંજરેકર સોની નેટવર્ક માટે ઇંગ્લિશની સાથે-સાથે હિન્દી કોમેન્ટ્રી પણ કરે છે. ભારતીય બોલિંગની 12મી ઓવર પહેલા સંજય માંજરેકર હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જોકે આ પછી તે ઇંગ્લિશ કોમેન્ટ્રી માટે ગયો તો તેના મોઢા માંથી હિન્દી કોમેન્ટ્રી આવી ગઈ હતી.

  મેચની વાત કરવામાં આવે તો ભારતનો ત્રીજી વન-ડે મેચમાં 8 વિકેટે પરાજય થયો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડે 2-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે.
  Published by:Ashish Goyal
  First published: