India vs England: ઋષભ પંત કેવી રીતે થયો કોરોના પોઝિટિવ, આ કારણ આવ્યું સામે

(તસવીર-AFP)

India vs England: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishbh Pant) 8 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે પહેલા પંત દાતના ડોક્ટર પાસે ગયો હતો.

  • Share this:
    નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final 2021) બાદ ભારતીય ટીમ ત્રણ અઠવાડિયાની રજાઓ પર છે. રજાઓ પહેલા વિશેષજ્ઞો દ્વારા અનુમાન લગાવામાં આવ્યુ હતું કે, ખેલાડીઓને કોવિડ-19ના સંક્રમણનો ખતરો બતાવ્યા હતો અને આવુ જ થયું, ભારત-ઈગ્લેન્ડ સીરીઝ (India vs England) પહેલા ઋષભ પંત (Rishabh Pant) અને થ્રોડાઉન વિશેષજ્ઞ દયાનંદ જારાની કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બોલિંગ કોચ ભરત અરુણ, રિઝર્વ વિકેટ કિપર ઋદ્રિમાન સાહા (Wridhiman Saha) અને સ્ટેન્ડબાય ઓપનિંગ બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરનને આઈસોલેચ કરી દેવામાં આવ્યો છે. આ ત્રણેય દયાનંદના સંપર્કમાં આવ્યા હતા.

    મહત્વનું છે કે સંક્રમણના સ્ત્રોત ટ્રેક કરવું અસંભવ છે. પરંતુ માનવામાં આવ્યું છે કે પંત જ્યારે દાંતના ડોક્ટરની પાસે ગયો ત્યારે પણ તે સંક્રમણમાં આવ્યો હોઈ શકે છે. 8 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યા બાદથી પંત આઠ દિવસથી કોરેન્ટીન છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રીપોર્ટ અનુસાર, પંત 5 અને 6 જુલાઈએ ડોક્ટર પાસે ગયો હતો. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ,.સ્ટા અને પરિવારને વેક્સિનનો બીજો ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર. પંત ડોક્ટર પાસે ગયા બાદ કોરોના સંક્રમણ આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ પંત 7 જુલાઈએ રસીલીધી હતી અને 29 જૂને વેમ્બલ સ્ટેડિયમમાં યૂરો 2020માં ઈંગ્લેન્ડ અને જર્મનીની મેચ જોવા ગયો હતો.

    આ પણ વાંચો: Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ

    બીસીસીઆઈના સચિન જય શાહે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'પંત બ્રેક દરમિયાન ટીમ હોટલમાં ન હતો. 8 જુલાઈના રોજ તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેને કોઈ લક્ષણો નથી અને તે કોરેન્ટાઈનમાં છે જ્યાં તે પોઝિટિવ જોવા મળ્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેનું નિરીક્ષણ કરી રહી છે અને હવે તે પુન રિકલર થવાના માર્ગ પર છે. બેવાર નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ પછી તે ડરહામમાં ટીમમાં જોડાશે.

    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી કોરોના પોઝિટિવ, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ પર સંકટ ઘેરાયું

    આ મામલે સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આખો સમય માસ્ક પહેરવું અશક્ય છે. અમે ઇંગ્લેંડમાં યુરો ચેમ્પિયનશીપ્સ અને વિમ્બલ્ડન જોયા છે. નિયમો બદલાયા છે (મેદાનની અંદર દર્શકોને મંજૂરી છે). તે રજા પર હતો અને આખો સમય માસ્ક પહેરવાનું શારીરિકરૂપે અશક્ય હતું.
    Published by:kuldipsinh barot
    First published: