ગાંગુલી સિવાય બધા દિગ્ગજો રવિ શાસ્ત્રી સામે બોલવાથી કેમ ડરે છે?

News18 Gujarati
Updated: September 4, 2018, 3:53 PM IST
ગાંગુલી સિવાય બધા દિગ્ગજો રવિ શાસ્ત્રી સામે બોલવાથી કેમ ડરે છે?
પરાજયનું એક મોટું કારણ રવિ શાસ્ત્રી પણ છે. જોકે તેની ઉપર કોઈ મોટા દિગ્ગજો સવાલ ઉભા કેમ કરતા નથી

રવિ શાસ્ત્રી દુનિયાના સૌથી મોંઘા કોચ છે તેમને વાર્ષિક લગભગ 8 કરોડ રૂપિયા મળે છે. પણ તેની કોચિંગમાં ટીમ દરેક મોટી ટૂર્નામેન્ટ કે શ્રેણી હારી છે

  • Share this:
ઇંગ્લેન્ડ પ્રવાસમાં જતા પહેલા ટીમ ઇન્ડિયાના પ્રશંસકોને આશા હતી કે વિરાટ કોહલીની સેના શ્રેણીમાં જીત મેળવીને ઇતિહાસ રચશે પણ આ આશા હવે ખતમ થઈ ગઈ છે. ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે જીત મેળવી પાંચ ટેસ્ટની શ્રેણીમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે.

ટીમ ઇન્ડિયાના પરાજયનું મુખ્ય કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન છે. લોકેશ રાહુલ, શિખર ધવને ઘણી ખરાબ બેટિંગ કરી હતી. હાર્દિક પંડ્યા પણ ઓલરાઉન્ડ તરીકે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. પરાજય પછી આ ખેલાડીઓ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય પરાજયનું એક મોટું કારણ રવિ શાસ્ત્રી પણ છે. જોકે તેની ઉપર કોઈ મોટા દિગ્ગજો સવાલ ઉભા કેમ કરતા નથી. આ વાત સમજણથી બહાર છે. ફક્ત પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને છોડી દેવામાં આવે તો રવિ શાસ્ત્રી સામે કોઈ કશું બોલતું નથી. સુનીલ ગાવસ્કર, સંજય માંજરેકર, વીવીએસ લક્ષ્મણ બેટ્સમેનોને જ જવાબદાર માને છે પણ રવિ શાસ્ત્રી તેમની નજરમાં બચેલા કેમ છે?

શું છે રવિ શાસ્ત્રીની ભૂલ?

રવિ શાસ્ત્રી જ્યારે ઇન્ડિયાના કોચ બન્યા હતા ત્યારે તેણે વિદેશમાં શ્રેણી જીતવાનો દાવો કર્યો હતો પણ વાતોમાં મહારત મેળવનાર ટીમ ઇન્ડિયાના હેડ કોચના બધા દાવા હવા-હવાઈ સાબિત થયા છે. ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકામાં શ્રેણી ગુમાવ્યા પછી હવે ઇંગ્લેન્ડમાં પણ શ્રેણી હારી ગઈ છે. શાસ્ત્રીએ આ પ્રવાસમાં કોઈ ખાસ રણનિતી તૈયાર કરી ન હતી. શાસ્ત્રી નેટ્સ ઉપર મહેનત કરતા આરામને વધારે મહત્વ આપે છે. ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસના બદલે ઇંગ્લેન્ડમાં વેકેશન માણી રહ્યા છે.

રવિ શાસ્ત્રી દુનિયાના સૌથી મોંઘા કોચ છે તેમને વાર્ષિક લગભગ 8 કરોડ રૂપિયા મળે છે. પણ તેની કોચિંગમાં ટીમ દરેક મોટી ટૂર્નામેન્ટ કે શ્રેણી હારી છે. જો શાસ્ત્રીએ જલ્દી પોતાની નીતી નહીં બદલાવે તો ટીમ ઇન્ડિયા 2019ના વર્લ્ડ કપમાં પણ મુશ્કેલીમાં પડી શકે છે.
First published: September 4, 2018, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading