Home /News /sport /IND vs ENG: જાડેજાનું સ્થાન લેશે આર અશ્વિન, જાણો ત્રીજી ટેસ્ટ પહેલા ભારતની સંભવિત પ્લેઈંગ XI
IND vs ENG: જાડેજાનું સ્થાન લેશે આર અશ્વિન, જાણો ત્રીજી ટેસ્ટ પહેલા ભારતની સંભવિત પ્લેઈંગ XI
A ગ્રેડ ખેલાડીઓ : અજિંક્ય રહાણે,ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી,રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિશભ પંત, શિખર ધવનનો A ગ્રેડ હેઠળ સમાવેશ થાય છે. આ A ગ્રેડ હેઠળ આવતા ખેલાડીઓને વાર્ષિક રૂ. 5 કરોડ પગાર આપવામાં આવે છે.
India vs England: આર અશ્વિન ( R Ashwin)ને ઈંગ્લેન્ડ સામેની બંન્ને ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું ન હતું. અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું હતું.
નવી દિલ્લી: વિરાટ કોહલી(Virat Kohli)ની આગેવાનીમાં ભારતીય ટીમ અત્યારે ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. જેમાં પ્રથમ મેચ ડ્રો થઈ હતી પરંતુ બીજી મેચમાં ભારતીય ટીમે શાનાદર જીત મેળવી હતી. અને અત્યારે ભારત સિરીઝ(Ind vs Eng)માં 1-0થી આગળ ચાલી રહ્યું છે. હવે ત્રીજી મેચ 25 ઓગસ્ટથી શરૂ થવા જઈ રીહી છે. જોકે બીજી ટેસ્ટ બાદથી જ ભારતીય બોલર મોહમ્મદ સિરાજ, અને શમીના વખાણ થઈ રહ્યા છે. પરંતુ કેપ્ટન કોહલીના એક નિર્ણયને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. ખરેખર શરૂઆતની બંન્ને મેચોમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ને આર અશ્વિન(R Ashwin)ના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું તે નિર્ણય પર લોકો સવાલ ઉભા કરી રહ્યા છે.
જોકે, અત્યાર સુધી જાડેજા પોતાની બોલિંગથી નિરાશ થયો છે. તેણે 44 ઓવર ફેંકી, પરંતુ તેને એક પણ સફળતા મળી નહીં. લોર્ડ્સની જીત ભારતીય ફાસ્ટ બોલરોના નામે હતી. સ્પિનર જાડેજા સતત બોલ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે અશ્વિનને લીડ્સમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં તક મળી શકે છે.
જાડેજા તેની બેટિંગને કારણે પ્રથમ ફેવરિટ સ્પિનર હતો. નોટિંગહામ અને લંડનની પરિસ્થિતિ પણ જાડેજાની તરફેણ કરી હતી. જાડેજા અત્યાર સુધીના સમગ્ર ઇંગ્લેન્ડ પ્રવાસમાં માત્ર 2 વિકેટ જ મેળવી શક્યો છે. ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એક વિકેટ લેવામાં આવી હતી અને કાઉન્ટી ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં એક વિકેટ લેવામાં આવી હતી. બીજી બાજુ, અશ્વિન ખૂબ સફળ રહ્યો. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 4 વિકેટ લીધી હતી. ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા મુશ્તાક મોહમ્મદે કહ્યું કે, અશ્વિન સંપૂર્ણ સંતુલન આપશે.
તેણે કહ્યું કે જાડેજાને તેની બોલિંગ પર કામ કરવાની જરૂર છે. તે ઘણી ફુલ લેન્થ ડિલીવરી અને હાફ વોલી બોલિંગ કરી રહ્યો છે, જેના કારણે બેટ્સમેનો માટે કામ સરળ બન્યું છે. બીજી બાજુ, ભારતની ગેમ પ્લાનમાં અશ્વિન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે ઈશાંત કરતા પણ સારી બેટિંગ કરી શકે છે. લીડ્ઝની સ્થિતિ પણ અશ્વિનની તરફેણ કરે છે. સૂકી પીચને કારણે, સ્પિનરો છેલ્લા 2 દિવસથી અજાયબીઓ કરી શકે છે. વિરાટ કોહલી બોલિંગ કોમ્બિનેશન બદલી શકે છે. 4 ફાસ્ટ બોલરો અને એક સ્પિનરને બદલે કોહલી 3 ફાસ્ટ બોલરો અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.