Ind vs End: શું વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે 5મી ટી 20 મેચ માટે ફિટ નથી?

Ind vs End: શું વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે 5મી ટી 20 મેચ માટે ફિટ નથી?

  • Share this:
    નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે 5 ટી -20 મેચની શ્રેણીમાં બંને ટીમો 2-2 ની બરાબરી પર છે. વિરાટ કોહલી (Virat Kohli)ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India)એ ચોથી ટી -20 મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે. ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 177 રન બનાવી શકી હતી અને ભારતે 8 રનના અંતરથી મેચ જીતી લીધી હતી.

    મહેસાણા: હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસની જેમ મહંતને આપાઈ સલામી, વીડિયો વાયરલ થતા તપાસના આદેશ



    બંને ટીમોની નજર હવે પાંચમી અને નિર્ણાયક મેચ પર છે. પરંતુ પાંચમી મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ઉપર સવાલો ઉભા થયા છે. હકીકતમાં ચોથી મેચ દરમિયાન કોહલી થોડા સમય માટે મેદાનની બહાર ગયો હતો.જે પછી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું કોહલી નિર્ણાયક મેચ માટે સંપૂર્ણ ફિટ છે. જોકે, કોહલીએ સંકેત આપ્યો હતો કે તે ફિટ રહેશે અને છેલ્લી મેચમાં તે ટીમની સુકાની સંભાળશે. કોહલીએ કહ્યું કે ચોથી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન હું બોલ માટે દોડ્યો હતો.

    મેં ડાઇવ લગાવી બોલ ફેંકી દીધો. પરંતુ હું યોગ્ય સ્થિતિમાં નહોતો. હું મેદાનની બહાર જતાં પહેલાં 30 યાર્ડના દાયરામાં ફિલ્ડિંગ કરતો હતો. તાપમાનમાં ઘટાડો થવાને કારણે તમારું શરીર કડક થઈ જાય છે. તેથી જ હું તેને આંચકો અથવા ઇજા પહોંચાડવા માંગતો નથી. કોહલીએ કહ્યું કે તે વધારે ગંભીર નથી. મારે શનિવાર સુધીમાં સારું થવું છે, મેચ સાંજે છે. તેથી જ મેં એક સ્માર્ટ નિર્ણય લીધો.
    Published by:kuldipsinh barot
    First published:March 20, 2021, 12:54 pm

    ટૉપ ન્યૂઝ