IND vs ENG: સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉનો આવ્યો કોરોના રીપોર્ટ, આ તારીખે જોડાશે ટીમમાં

તસવીર- AFP

India vs England: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ: 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. શ્રીલંકાના પ્રવાસે ગયેલા પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ આગામી 24 કલાકમાં ઈંગ્લેન્ડ જશે.

 • Share this:
  નવી દિલ્લી: ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી 5 ટેસ્ટ શ્રેણી પહેલા (IND vs ENG Test) ટીમ ઈન્ડિયા(Team India) માટે સારા સમાચાર આવ્યા છે. શ્રીલંકાના પ્રવાસે ગયેલા પૃથ્વી શો (Prithvi Shaw)અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)આગામી 24 કલાકમાં ઈંગ્લેન્ડ જશે. ઇંગ્લેન્ડ જતા પહેલા બંને બેટ્સમેનોને કોવિડ -19 ના 3 નેગેટિવ ટેસ્ટની જરૂર હતા અને આ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ પણ આવી ગયો છે. BCCIએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદરના સ્થાને આ બે ખેલાડીઓને સામેલ કર્યા છે.

  પૃથ્વી અને સૂર્યકુમાર જે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ હતા, ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ જવા રવાના થવાના હતા. પરંતુ શ્રીલંકા સામેની ટી 20 શ્રેણી દરમિયાન, કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ હતા. આ બંને ખેલાડીઓ પણ તેના સંપર્કમાં હતા. આ કારણોસર, તેઓએ આઈસોલેશનમાં જવું પડ્યું અને બંને ટી 20 શ્રેણીની છેલ્લી 2 મેચ પણ રમી શક્યા નહીં. બંનેને શ્રીલંકામાં રહેવું પડ્યું અને ઇંગ્લેન્ડ જવાનું મોડું થયું.

  ડેવલપમેન્ટના નજીકના સૂત્રએ ડેક્કન ક્રોનિકલને જણાવ્યું કે, સૂર્યકુમાર અને પૃથ્વી તેમના વિઝાની રાહ જોઈ રહ્યા છે. શ્રીલંકામાં ઇંગ્લેન્ડની એમ્બેસી શનિ અને રવિવારે સપ્તાહના કારણે બંધ હતી. આ કારણે તેના વિઝાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. ટ્રાવેલ એજન્ટો આ મામલાની તપાસ કરી રહ્યા છે અને 24 કલાકની અંદર ટીમ ઈન્ડિયામાં જોડાવા ઈંગ્લેન્ડ જવા રવાના થાય તેવી અપેક્ષા છે.

  આ પણ વાંચો: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો ડાન્સ થઈ રહ્યો છે વાયરલ, જુઓ VIDEO

  તમને જણાવી દઈએ કે, કોરાનાના વધતા જતા કેસોને કારણે ઈંગ્લેન્ડે ઘણા દેશો પર મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ભારત અને શ્રીલંકા બંનેનો સમાવેશ થતો હતો. આવી સ્થિતિમાં, શો અને સૂર્યકુમાર ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચે તેવી આશા ઓછી હતી. જો કે, બીસીસીઆઈએ આ અંગે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી હતી અને ખેલાડીઓ હોવાથી બંનેને મુસાફરીની પરવાનગી મળી હતી.

  આ પણ વાંચો: ગોલકિપર સવીતાના ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નરે કર્યા વખાણ, કહ્યું- ‘ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા’

  ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી પણ, બંનેએ નિયમો હેઠળ ઓછામાં ઓછા 10 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. તે પછી જ તે ટેસ્ટ રમવા માટે ઉપલબ્ધ થશે. આનો અર્થ એ થયો કે તે નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટમાં રમે તેવી શક્યતા નથી.
  Published by:kuldipsinh barot
  First published: