જાર્વો 69 (Jarvo 69) નામના ક્રિકેટ ફેનની (Indian Cricket Fan) ચારેય ટેરિફ ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારત અને ઈંગ્લલેન્ડ વચ્ચે પાંચ સીરિઝની (India Vs England Test Series) ટેસ્ટ મેચ રમાઈ હતી, ત્યારે આ ક્રિકેટ ફેને લોકોનું પોતાના તરફ ધ્યાન ખેચ્યું હતું. લોર્ડ્સ (Lords) સ્ટેડિયમમાં ભારત અને ઈંગલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી, ત્યારે જાર્વો ભારતની જર્સી પહેરીને મેદાન પર ઉતર્યો હતો.
સિક્યોરિટી ગાર્ડ જાર્વોને તાત્કાલિક મેદાન પરથી બહાર લઈ ગયા હતા. જાર્વોએ જ્યારે સિક્યોરિટી પ્રોટોકોલ (Jarvo 69 pitch invader) તોડવાનો પ્રયાસ કર્યો, તે સમયે અનેક લોકોએ તેની ખૂબ જ પ્રશંસા કરી હતી. કેટલાક ભારતીય ખેલાડીઓ તેમની આ હરકત પર હસતા જોવા મળ્યા હતા. યૂટ્યૂબ પર આ વિડીયોને ખૂબ જ લાઈક્સ મળી રહી છે. જાર્વોએ કહ્યું કે, આ પ્રકારે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (EVB) આ અંગે નિવેદન આપવા મજબૂર થઈ જશે અને EVB કહેશે કે, ‘કોઈપણ પિચ પર આ પ્રકારનું વર્તન ક્યારેય નહીં ચલાવી લેવાય.’
ઓવલમાં ચોથી ટેસ્ટ મેચના (Oval Test) બીજા દિવસે જાર્વોએ ફરી આ જ પ્રકારની હરકત કરી હતી. જાર્વો તે સમયે બોલર તરીકે પિચ પર આવ્યો હતો. જ્યારે તે વિકેટ કીપર જ્હોની બેયરસ્ટો (Bairstow) પાસે ગયો હતો. બેયરસ્ટોને તેની આ હરકત બિલકુલ પણ પસંદ આવી ન હતી. તે સમયે બેયરસ્ટો મનમાં કંઈક અપશબ્દ બોલ્યો હતો.
ઓવલ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ જાર્વોએ સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું. આ નિવેદનના કારણે જાર્વો હાલ ખૂબ જ ચર્ચામાં છે.
જાર્વોએ બેયરસ્ટો મેદાન પરથી બહાર નીકળે છે તેવો એક સ્ક્રીનગ્રેબ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
જાર્વોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, કે હું જસપ્રીત બુમરાહનો આભાર માનવા ઈચ્છું છું. તેમણે જ્હોની બેયરસ્ટોને 0 રન પર આઉટ કર્યા છે. તે દિવસે જ્હોની બેયરસ્ટોએ મારી સાથે યોગ્ય રીતે વાત કરી ન હતી.
ઓવલમાં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં ભારતે પ્રચંડ જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડ (India vs England)ને હરાવ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર