Home /News /sport /ટીમ ઇન્ડિયા પાસે ઇંગ્લેન્ડમાં નંબર વન રેન્ક મેળવવાની છે મોટી તક

ટીમ ઇન્ડિયા પાસે ઇંગ્લેન્ડમાં નંબર વન રેન્ક મેળવવાની છે મોટી તક

12 જુલાઇથી શરૂ થયેલી વનડે સિરીઝમાં ભારત, ઇંન્ગલેન્ડનો વ્હાઇટવોશ કરીને નંબર વનનો તાજ મેળવી શકે છે.

    ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ટી 20 સીરીઝમાં 2-1થી હરાવીને આઈસીસી રેન્કિંગમાં નંબર 2 નું સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે, પરંતુ દરેક વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે તો તેની પાસે આ ફોર્મેટમાં નંબર વનનો તાજ મેળવવાની તક હશે.

    ઇંગ્લેન્ડ અને ભારત હાલ વનડે રેન્કિંગમાં ક્રમશ: પહેલા અને બીજા સ્થાન પર છે. ગુરુવારે એટલે કે આવતીકાલે આ બન્ને વચ્ચે પ્રથમ વનડે નાટિંગઘમમાં યોજાશે. આ મેચ એક મહિના સુધી ચાલનાર વન-ડે મેચની શરૂઆત પણ હશે. આ દરમિયાન કુલ દસ ટીમ આ ફોર્મેટમાં રમશે.

    ભારતે બીજી મે પર વાર્ષિક સુધારાઓ થયા બાદ તેની ટોચની રેન્કિંગ ગુમાવી, પરંતુ તેની પાસે ફરીથી આ રેન્ક મેળવવાની તક છે.

    ભારતને ફરીથી નંબર વન બનવા માટે ઇંગ્લેન્ડને 3-0 થી હરાવવુ પડશે. બીજી તરફ ઈંગ્લેન્ડમાં જો આ અંતરથી વિજય મેળવે, તો તે ટોચ પર તેની સ્થિતિ મજબૂત કરી દેશે અને તેના દસ પોઈન્ટમો વધારો થઇ જશે.

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી 12 જૂલાઇથી શરૂ થઇને 17 જુલાઈએ સમાપ્ત થશે. આ દરમિયાન ઝિમ્બાબ્વે પાંચ મેચ માટે પાકિસ્તાનની મેજબાની કરશે. આ મેચ 13 થી 22 જુલાઈ વચ્ચે રમાશે. વેસ્ટ ઈન્ડિઝ 22 થી 28 જુલાઈ વચ્ચે બાંગ્લાદેશ સામે ત્રણ વનડે રમશે.

    શ્રીલંકા 29 જુલાઇથી 12 ઑગસ્ટ વચ્ચે પાંચ મેચ માટે દક્ષિણ આફ્રિકાની મેજબાની કરશે. જ્યારે નેધરલેન્ડ્સ નેપાળ સામે બે વનડે રમશે. એક ઓગસ્ટે નેપાળ અને નેધરલેન્ડ્સ વચ્ચે વનડે માં ડેબ્યુ મુકાબલો યોજાશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: India vs england, Odi-series, Ranking, આઇસીસી, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन