Home /News /sport /

ધોનીએ ઇંગ્લેન્ડમાં કરી હતી ‘ચીટિંગ’ Videoમાં થયો હતો ખુલાસો!

ધોનીએ ઇંગ્લેન્ડમાં કરી હતી ‘ચીટિંગ’ Videoમાં થયો હતો ખુલાસો!

એમએસ ધોનીને ક્રિકેટમાં સૌથી ઇમાનદાર ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે

2007માં ધોની ટીમના વિકેટકિપર તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો, આ પ્રવાસ દરમિયાન ધોનીએ એક એવી ભૂલ કરી હતી જેવી તેની પાસેથી આશા ન હતી.

    ટીમ ઇન્ડિયાના વિકેટકિપર અને પૂર્વ સુકાની એમએસ ધોનીને ક્રિકેટમાં સૌથી ઇમાનદાર ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. જોકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેનાથી અજાણતા ભૂલ થઈ ગઈ હતી, જેને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ અને પ્રશંસકોએ તેને નિશાન બનાવ્યો હતો. 2007માં ધોની ટીમના વિકેટકિપર તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો. આ પ્રવાસ દરમિયાન ધોનીએ એક એવી ભૂલ કરી હતી જેવી તેની પાસેથી આશા ન હતી.

    લંડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઝહિર ખાનનો બોલ કેવિન પીટરસનને બેટના બેટને અડીને વિકેટ પાછળ ગયો હતો. ધોનીએ વિકેટ પાછળ કેચ પકડ્યો હતો અને અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે સ્ટેડિયમમાં મોટી સ્ક્રિન પર રિપ્લેમાં જોવા મળતું હતું કે બોલ ધોનીના ગ્વલ્ઝમા આપ્યા પહેલા બાઉન્સ થયો હતો. અમ્પાયરે જ્યારે રિપ્લે જોયો તો પીટરસનને પાછો બોલાવી લીધો હતો. ચર્ચા થઈ હતી કે બોલ પહેલા નીચે અડી ગયો હોવા છતા ધોનીએ પીટરસનના આઉટ થવાની ઉજવણી કેમ કરી હતી?


    પીટરસને પાછો ક્રિઝ પર બોલાવવાનો કોઇ ફાયદો થયો ન હતો. કારણ કે તે 37 રન બનાવી આઉટ થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે પીટરસન ઝહિર ખાનના બોલ પર જ ધોનીના હાથમાં કેચ આઉટ થયો હતો. લંડનમાં રમાય રહેલી આ ટેસ્ટ ડ્રો રહી હતી. આ પ્રવાસ દરમિયાન ટીમનો સુકાની રાહુલ દ્રવિડ હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ms dhoni, Suspended, ઠગાઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन