ત્રીજી ટેસ્ટમાં પણ બનશે ટર્નિંગ પિચ, છતા ઈંગ્લેન્ડના આ બોલરે ભારતીય ટીમને આપી ચેતવણી

તસવીર - બીસીસીઆઈ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે

 • Share this:
  નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે. મોટેરામાં ડે-નાઇટ ટેસ્ટનું આયોજન થશે. જેમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે. મહત્વનું છે કે પિંક બોલ લાલ બોલ કરતા અલગ પ્રકારનો હોય છે અને વધારે સ્વિંગ થાય છે. મળતી માહિતી મુજબ ત્રીજી ટેસ્ટની પિચ સ્પિનરો માટે સૌથી વધારે મદદરૂપ થાય તેવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે. તેથી લાગી રહ્યું છે કે અશ્વિન અને અક્ષર પટેલનું ફરી એકવાર શાનદાર પ્રદર્શન જોવા મળી શકે છે.

  મહત્વનું છે કે બીજી ટેસ્ટમાં 20માંથી 15 વિકેટ અક્ષર પટેલ અને અશ્વિને લીધી હતી. ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ હોવાને કારણે કુલદીપ યાદવના સ્થાને ફાસ્ટ બોલરને ચાન્સ મળી શકે છે. ઉમેશ યાદવ અથવા મોહમ્મદ સિરાજને ચાન્સ મળી શકે છે. બીજી ટેસ્ટમાં બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો માટે તેને પણ ચાન્સ મળી શકે છે. ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવશે કે કેમ તે અંગે ફિટનેસ ટેસ્ટ બાદ જ જાણકારી મળી શકે છે. સિનીયર ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ફિટનેસ ટેસ્ટ આગામી બે દિવસની અંદર કરી લેવામાં આવશે. બોર્ડના એક સિનીયર અધિકારીએ આપેલ માહિતી મુજબ ઉમેશ યાદવનો ફિટનેસ ટેસ્ટ જલ્દીથી કરી લેવામાં આવશે.

  આ પણ વાંચો - IPL પહેલા જ ઈશાન કિશનના 94 બોલમાં આક્રમક 173 રન, 19 ફોર, 11 સિક્સર ફટકારી

  માર્ક વુડની ટીમ ઈન્ડિયાને ચેતવણી

  એક બાજુ મોટેરાની પિચ સ્પિનરને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહી છે. બીજી બાજુ ઈગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડનું માનવું છે કે જો ત્રીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલરનો બોલ સ્પિન થશે તો ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ઘાતક સાબિત થઇ શકે છે. જો આ પિચ પર ફાસ્ટ બોલરને મદદ મળશે તો ઈંગ્લેન્ડ પાસે ઉચ્ચ કક્ષાના ફાસ્ટ બોલર છે જે ભારતીય બેટ્સમેનને મુશ્કેલીમાં મુકશે. મહત્વનું છે કે ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં જૉની બેયરસ્ટો અને ફાસ્ટ બોલર માર્ક વુડનો સમાવેશ થયો છે.
  Published by:Ashish Goyal
  First published: