IND VS ENG: મોહમ્મદ સિરાજે ગુસ્સામાં કુલદીપ યાદવનું ગળું પકડ્યું! જુઓ Video

IND VS ENG: મોહમ્મદ સિરાજે ગુસ્સામાં કુલદીપ યાદવનું ગળું પકડ્યું! જુઓ Video
તસવીર - સોશિયલ મીડિયા

ટીમના ડ્રેસિંગ રૂમથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે

  • Share this:
    નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી હવે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ચેન્નાઈમાં ટેસ્ટ રમી રહ્યું છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કેપ્ટન જો રુટે બેવડી સદી ફટકારી છે. ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું પણ આ દરમિયાન ટીમના ડ્રેસિંગ રૂમથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

    ખબર છે કે ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ (Mohammed Siraj-Kuldeep Yadav Fight)વચ્ચે રકઝક જોવા મળી હતી. સિરાજે કુલદીપ યાદવનું ગળું પકડી લીધું હતું. આ દાવો અમે નહીં પણ એક વીડિયો કરી રહ્યો છે. જેમાં સિરાજ કુલદીપનું ગળું પકડતો જોવા મળે છે.



    આ પણ વાંચો - આગામી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે પ્રથમ દિવસની રમત પૂરી થયા પછી ભારતીય ખેલાડી ડ્રેસિંગ રૂમ તરફ આવી રહ્યા છે. કુલદીપ યાદવ ડ્રેસિંગ રૂમ તરફ આવી રહ્યો હોય છે તે સમયે ડ્રેસિંગ રૂમની બહાર ઉભો રહેલો મોહમ્મદ સિરાજ તેનું ગળું પકડી લે છે. સિરાજે આવું કેમ કર્યું? શું બંને વચ્ચે લડાઇ થઈ છે? તે વિશે વધારે જાણકારી મળી નથી. જોકે વીડિયો પરથી અંદાજો લગાવી શકાય કે બંને વચ્ચે કશુંક ગરબડ ચાલી રહ્યું છે.



    તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ બંનેને ચેન્નાઇ ટેસ્ટમાં ટીમમાં તક મળી નથી. કુલદીપના સ્થાને શાહબાઝ નદીમ અને સિરાજના સ્થાને ઇશાંત શર્માને તક આપવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:February 06, 2021, 16:29 pm

    ટૉપ ન્યૂઝ