ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને પહેલીવાર મેજબાન ઈંગ્લેન્ડના સામે હારનો સામનો કરવો પડ્યો. ઈંગ્લેન્ડે આપેલા 338 રનોના લક્ષ્યનો પીછો કરવામાં ભારત નિષ્ફળ રહ્યું. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 306 રન કર્યા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ અને રુષભ પંતને ઈંગ્લેન્ડ સામે મેચ હાર્યા બાદ પ્રશંસકોની ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણેય પ્લેયરની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની બેટિંગની સ્પીડ સારી હતી. પરંતુ પંત, ધોની અને જાધવની ધીમી બેટિંગ પ્રશંસકો હારનું કારણ ગણાવી રહ્યા છે.
પ્રશંસકોએ કરી આવી કોમેન્ટ
હજુ થોડા દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયે નગર નિગમના એક અધિકારી સાથે બેટથી મારઝૂડ કરી હતી. એક યૂઝરે મારઝૂડવાળી પોસ્ટ કરતાં લખ્યું કે, સારું થાત કે વિજય શંકર અને કેદાર જાધવના સ્થાને આકાશને બેટિંગની તક આપવામાં આવી હોત.