IND vs ENG : અંતિમ ટેસ્ટમાં ભારતનો 118 રને પરાજય, 4-1થી સિરીઝ ગુમાવી

રિષભ પંતે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી(તસવીર - ટ્વિટર)

લોકેશ રાહુલ 149 અને પંત 114 રન બનાવી આઉટ, પંત અને રાહુલ વચ્ચે 204 રનની ભાગીદારી નોંધાઈ

  • Share this:
    પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે આપેલા 464 રનના પડકાર સામે ભારત વિકેટ ગુમાવી 345 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ છે.  લોકેશ રાહુલ 149 રન બનાવી આઉટ થયો હતો. પંત અને રાહુલ વચ્ચે 204 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાહુલના આઉટ થયા પછી પંત પણ 114 રન બનાવી આઉટ થયો હતો.  પંતે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

    પંત અને લોકેશ રાહુલ આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાની પાછળની વિકેટો પત્તાના મહેલની જેમ ઉડી ગઈ હતી. એન્ડરસને અંતે શમીને ક્લિન બોલ્ડ કરીને ભારતીય ઈનિંગનું સમાપન કર્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે 118 રને જીતી મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડે અંતિમ અને પાંચમી ટેસ્ટ જીતીને સિરીઝ પર 4-1થી કબ્જો કરી લીધો છે.

    ભારતે 3 વિકેટે 58 રનથી પાંચમાં દિવસની શરૂઆત કરી હતી. રહાણે અને લોકેશ રાહુલે ચોથી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. રહાણે 37 રન બનાવી અલીનો શિકાર બન્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર હનુમા વિહારી 6 બોલમાં 0 રન બનાવી આઉટ થયો હતો. ભારતે 121 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. લોકેશ રાહુલે 118 બોલમાં 16 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી હતી.

    ઇંગ્લેન્ડમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધારે સ્કોર કરનાર ભારતીય ઓપનર

    221 રન - સુનીલ ગાવસ્કર, ઓવલ 1979
    149 રન - લોકેશ રાહુલ, ઓવલ 2018
    80 રન - ચેતન ચૌહાણ, 1979
    60 રન દિનેશ કાર્તિક, લોર્ડ્સ, 2007

    ભારતને 464 રનનો પડકાર
    એલિસ્ટર કૂક (147) અને સુકાની જો રુટ (125)ની સદીની મદદથી ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 464 રનનો વિશાળ પડકાર આપ્યો છે. ઇંગ્લેન્ડે બીજા દાવમાં 8 વિકેટે 423 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડે તરફથી અંતિમ ટેસ્ટ રમી રહેલા કૂકે 14 ફોર સાથે 147 રન બનાવ્યા હતા. જ્યારે રુટે 12 ફોર અને 1 સિક્સર સાથે 125 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 259 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને ગૌતમ વિહારીએ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીને 2 વિકેટ મળી હતી.
    Published by:Ashish Goyal
    First published: