Ind vs Eng: 464 રનના પડકાર સામે ભારતના 3 વિકેટે 58 રન

કુક-રુટની સદી, ભારતને જીતવા માટે 464 રનનો પડકાર

ભારતની શરૂઆત ખરાબ રહેતા શિખર ધવન 1 અને પૂજારા-કોહલી ખાતું ખોલાયા વિના આઉટ થયા, લોકેશ રાહુલ 46 અને અજિંક્ય રહાણે 10 રને રમતમાં

  • Share this:
    એલિસ્ટર કૂક (147) અને સુકાની જો રુટ (125)ની સદીની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પકડ મજબુત બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના 464 રનના પડકાર સામે ભારતે ચોથા દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 58 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ 46 અને અજિંક્ય રહાણે 10 રને રમતમાં છે. ભારત હજુ 406 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે.

    ભારતની શરૂઆત ખરાબ રહેતા શિખર ધવન 1 અને પૂજારા-કોહલી ખાતું ખોલાયા વિના આઉટ થયા હતા. ભારતે 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રાહુલ અને રહાણેએ 56 રનની અતુટ ભાગીદારી નોંધાવી રકાસ ખાળ્યો હતો. એન્ડરસને 2 અને બ્રોડે 1 વિકેટ ઝડપી હતી. આ પહેલા ઇંગ્લેન્ડે ચોથા દિવસે 8 વિકેટે 423 રન બનાવી દાવ ડિકલેર કરતા ભારતને જીતવા માટે 464 રનનો વિશાળ પડકાર મળ્યો છે.

    ઇંગ્લેન્ડે તરફથી અંતિમ ટેસ્ટ રમી રહેલા કૂકે 14 ફોર સાથે 147 રન બનાવ્યા હતા. જ્યારે રુટે 12 ફોર અને 1 સિક્સર સાથે 125 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 259 રનની ભાગીદારી નોંધાવી હતી. બેન સ્ટોક્સે 37 રન બનાવ્યા હતા.

    ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને ગૌતમ વિહારીએ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીને 2 વિકેટ મળી હતી. ભારત પ્રથમ દાવમાં 292 રનમાં ઓલઆઉટ થયું હતું.
    Published by:Ashish Goyal
    First published: