Ind vs Eng: જાડેજાની લડાયક બેટિંગ, ટીમ ઇન્ડિયા 292 રનમાં ઓલઆઉટ

રવીન્દ્ર જાડેજાએ લડાયક અણનમ અડધી સદી ફટકારી હતી

ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 40 રનની લીડ મળી છે. ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 332 રન બનાવ્યા હતા

  • Share this:
    રવીન્દ્ર જાડેજાની લડાયક અણનમ અડધી સદી (86) અને ડેબ્યુ ટેસ્ટ રમી રહેલા હનુમા વિહારીની અડધી સદી (56)ની મદદથી ભારત ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 292 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 40 રનની લીડ મળી છે. ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 332 રન બનાવ્યા હતા.

    ત્રીજા દિવસે ભારતે 6 વિકેટે 174 રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. હનુમા વિહારી અને જાડેજાએ શાનદાર બેટિંગ કરતા સાતમી વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી હતી. વિહારીએ ડેબ્યુ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતી. આ પછી તે 56 રન બનાવી મોઈન અલીનો શિકાર બન્યો હતો. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

    તેના આઉટ થયા પછી જાડેજાએ એક છેડો સાચવી રાખી બાજી સંભાળી હતી. સામા છેડેથી વિકેટો પડતા ભારત 292 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસન, સ્ટોક્સ અને મોઈન અલીએ 2-2 વિકેટ ઝડપી હતી. બ્રોડ, કુરેન અને રશિદની 1-1 વિકેટ મળી હતી.
    Published by:Ashish Goyal
    First published: