IND vs ENG : જોશ બટલરના 89, ઇંગ્લેન્ડ 332 રનમાં ઓલઆઉટ

બટલર 89 બનાવી જાડેજાનો શિકાર બન્યો

એકસમયે ઇંગ્લેન્ડે 181 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, બટલરે બ્રોડ (38) સાથે નવમી વિકેટ માટે 98 રનની ભાગીદારી નોંધાવી

  • Share this:
    જોશ બટલરની અડધી સદી (89) અને સ્ટુઅર્ટ બ્રોડની ઉપયોગી બેટિંગની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પાંચમી ટેસ્ટના પ્રથમ દાવમાં 332 રન બનાવ્યા હતા. એકસમયે ઇંગ્લેન્ડે 181 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી બટલરે બાજી સંભાળી હતી. તેણે રાશિદ (15) સાથે આઠમી વિકેટ માટે 33, બ્રોડ (38) સાથે નવમી વિકેટ માટે 98 રનની ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો.

    બટલર 89 બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. બટલરે આ ઇનિંગ્સ દરમિયાન 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે 71 અને મોઈન અલીએ 50 રનની ઇનિંગ્સ રમી હતી.

    ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને ઇશાંત શર્માને 3-3 વિકેટ મળી હતી. આ ટેસ્ટમાં ભારતે બે ફેરફાર કર્યા હતા. અશ્વિન અને હાર્દિક પંડ્યાના સ્થાને જાડેજા અને હનુમા વિહારીનો સમાવેશ કર્યો હતો. હનુમા વિહારીએ ટેસ્ટ ડેબ્યું કર્યું છે.
    Published by:Ashish Goyal
    First published: