LIVE NOW

IND vs ENG : ચેતેશ્વર પૂજારાની સદી, ટીમ ઇન્ડિયાને 27 રનની લીડ

ભારત 273 રનમાં ઓલઆઉટ , ચેતેશ્વર પૂજારા 132 રન બનાવી અણનમ રહ્યો, મોઈન અલીએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી

gujarati.news18.com | August 31, 2018, 11:18 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 31, 2018
auto-refresh

Highlights

10:43 pm (IST)
9:56 pm (IST)
Load More
ચેતેશ્વર પૂજારાની લડાયક અણનમ સદી (132)ની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના બીજા દિવસે લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડના 246 રનના જવાબમાં ભારતે 273 રન બનાવી 27 રનની લીડ મેળવી હતી. જવાબમાં દિવસના અંતે ઇંગ્લેન્ડે વિના વિકેટે 6 રન બનાવી લીધા છે. કૂક 2 અને જેનિંગ્સ 4 રને રમતમાં છે.

શિખર ધવન અને રાહુલે પ્રથમ વિકેટ માટે 37 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને બ્રોડનો શિકાર બન્યા હતા. કોહલી અને પૂજારાએ 92 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. કોહલી 46 રને આઉટ થયા પછી ટીમ ઇન્ડિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. રહાણે (11), પંત (00), હાર્દિક પંડ્યા (4) અને અશ્વિન 1 રને આઉટ થતા ભારતે 195 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારાએ એક છેડો સાચવી રાખી બાજી સંભાળી હતી. પૂજારા અને બુમરાહ વચ્ચે 10મી વિકેટ માટે 46 રનની ભાગીદારી નોંધાઈ હતી. પૂજારા 132 રને અણનમ રહ્યો હતો.

ઇંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. બ્રોડને 3 વિકેટ જ્યારે કુરેન અને સ્ટોક્સને 1-1 વિકેટ મળી હતી. પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં  246 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.