LIVE NOW

IND vs ENG: ઇંગ્લેન્ડ 246 રનમાં ઓલઆઉટ

જેનિંગ્સ 00, જોઈ રુટ 04, બેરિસ્ટો 6 અને એલિસ્ટર કૂક 17 રન બનાવી આઉટ થયા, ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

gujarati.news18.com | August 31, 2018, 1:16 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 31, 2018
auto-refresh

Highlights

Load More
ભારતીય બોલરોના પડકાર સામે ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી કુરેને લડાયક બેટિંગ કરતા 78 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. અશ્વિન, ઇશાંત અને શમીએ 2 2 વિકેટ ઝડપી હતી.  હાર્દિક પંડ્યાને વિકેટ મળી હતી.

જેનિંગ્સ 00, જોઈ રુટ 04, બેરિસ્ટો 6 અને એલિસ્ટર કૂક 17 રન બનાવી આઉટ થતા ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે એકસમયે 36 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બટલર (21) સ્ટોક્સ (23) પણ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા બંને શમીનો શિકાર બન્યા હતા

કુરેન અને મોઈન અલીએ સાતમી વિકેટ માટે 81 રનની ભાગીદારી નોધાવી બાજી સંભાળી હતી. અલી 40 રને અશ્વિનનો શિકાર બન્યો હતો.

ભારત સામેની ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રિસ વોક્સના સ્થાને સેમ કુરેન અને ઓલી પોપના સ્થાને મોઈન અલીનો સમાવેશ કર્યો છે. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે.