liveLIVE NOW

Ind vs Eng: બુમરાહની 5 વિકેટ, ભારત જીતથી 1 વિકેટ દૂર

ભારતે આપેલા 521 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા, બટલરની સદી

 • News18 Gujarati
 • | August 21, 2018, 23:39 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 4 YEARS AGO
  23:42 (IST)
  23:40 (IST)
  ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડના 9 વિકેટે 311 રન. ભારત જીતથી 1 વિકેટ દૂર

  23:19 (IST)

  બુમરાહે પાંચ વિકેટ ઝડપતા આ રેકોર્ડ બન્યો

  23:13 (IST)

  ઇંગ્લેન્ડના 96.3 ઓવરમાં 9 વિકેટે 391 રન

  23:13 (IST)
  ઇંગ્લેન્ડને નવમો ફટકો. બ્રોડ 20 રને આઉટ. બુમરાહે પાંચમી વિકેટ ઝડપી

  22:33 (IST)
  સ્ટોક્સ 62 રને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો. ઇંગ્લેન્ડે 241 રને આઠમી વિકેટ ગુમાવી

  22:11 (IST)
  બટલર 106 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો. બેરિસ્ટો પ્રથમ બોલે જ બોલ્ડ. ઇંગ્લેન્ડે 231 રને ગુમાવી 6 વિકેટ

  21:47 (IST)

  ઇંગ્લેન્ડના 80 ઓવરમાં 4 વિકેટે 223 રન. બટલર 106 અને સ્ટોક્સ 52 રને રમતમાં

  21:46 (IST)
  બટલરે 152 બોલમાં 21 ફોર સાથે 100 રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી

  21:27 (IST)

  ઇંગ્લેન્ડનો સ્કોર 75 ઓવરમાં 4 વિકેટે 208. બટલર 51 અને સ્ટોક્સ 52 રને રમતમાં. ભારત જીતથી 313 રન દૂર

  જસપ્રીત બુમરાહ (5 વિકેટ)ના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારત ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે જીતથી ફક્ત 1 વિકેટ દૂર છે. ભારતે આપેલા 521 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 311 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ હજુ જીતથી 210 રન પાછળ છે અને તેની 1 વિકેટ બાકી છે. દિવસના અંતે રશિદ 30 અને એન્ડરસન 8 રને રમતમાં છે.

  ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે 62 રનની ઇનિંગ્સ રમી હતી. આ બે બેટ્સમેન સિવાય બાકી બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. બટલર અને સ્ટોક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે 169 રનની ભાગીદારી નોંધાઈ હતી. બંનેના આઉટ થતા જ ટીમનો ધબડકો થયો હતો. ભારત તરફથી બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. ઇશાંત બે વિકેટ જ્યારે શમી અને પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन