LIVE NOW

Ind vs Eng: પ્રથમ દિવસે ભારતના 6 વિકેટે 307 રન

વિરાટ કોહલી 3 રન માટે સદી ચુક્યો, રહાણેના 81 રન, રહાણે-વિરાટ વચ્ચે 159 રનની ભાગીદારી, યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું ડેબ્યુ

gujarati.news18.com | August 19, 2018, 3:22 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 19, 2018
auto-refresh

Highlights

Load More
વિરાટ કોહલીના 97 અને અજિંક્ય રહાણેના 81 રનની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે 6 વિકેટે 307 રન બનાવી લીધા છે. દિવસના અંતે ભારતને હાર્દિક પંડ્યાના રૂપમાં છઠ્ઠો ફટકો લાગ્યો હતો. હાર્દિક માત્ર 18 રન બનાવીને જેમ્સ એન્ડરસનને શિકાર થઈ ગયો હતો. જ્યારે રિષભ પંત 22 રન બનાવીને રમતમાં છે.

લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોધાવી શાનદાર શરૂઆત અપાવી હતી.   શિખર ધવન 35 રને અને લોકેશ રાહુલ  23 રન બનાવી વોક્સનો શિકાર બન્યો હતા. ચેતેશ્વર પૂજારા 14 રન બનાવી વોક્સનો ત્રીજો શિકાર બન્યો હતો. આ પછી વિરાટ અને રહાણેએ બાજી સંભાળી હતી. અજિંક્ય રહાણે 81 રન બનાવી બ્રોડનો શિકાર બન્યો હતો. ભારતે 241 રને ચોથી વિકેટ ગુમાવી હતી.  વિરાટ અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 159 રનની ભાગીદારી નોધાઈ હતી. વિરાટે શાનદાર ફોર્મ જારી રાખતા 11 બાઉન્ડ્રી સાથે 97 રન બનાવ્યા હતા. તે ત્રણ રન માટે સદી ચુકી ગયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. મુરલી વિજય, દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવના સ્થાને શિખર ધવન, રિષભ પંત અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો હતો. યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ડેબ્યુ કર્યું હતું.