Home /News /sport /ખોટુ બોલી રહ્યો છે વિરાટ કોહલી, ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર એન્ડરસન કેમ આવું બોલ્યો

ખોટુ બોલી રહ્યો છે વિરાટ કોહલી, ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર એન્ડરસન કેમ આવું બોલ્યો

તસવીર - ટ્વિટર

  ભારત સામે 1 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ શ્રેણી પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને વિરાટ કોહલી સામે વાકયુદ્ધ શરૂ કરી દીધું છે. એન્ડરસને જણાવ્યું હતું કે જો ભારતીય સુકાની એમ કહે છે કે ઇંગ્લેન્ડ સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણીમાં વ્યક્તિગત ફોર્મ મહત્વનું નથી તો તે ખોટુ બોલી રહ્યો છે. પીટીઆઈ સાથે વિશેષ બેઠક દરમિયાન જ્યારે એન્ડરસનને કોહલીના નિવેદન વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે રન બનાવે કે નહીં તે મહત્વનું નથી? મને લાગે છે કે તે ખોટુ બોલી રહ્યો છે.

  કોહલીને 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે પાંચ ટેસ્ટમાં ફક્ત 134 રન જ બનાવી શક્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી એક છે. કોહલીએ જોકે 2016-17માં ભારતીય ધરતી ઉપર ઇંગ્લેન્ડ સામે 4-0ની જીત દરમિયાન પાંચ ટેસ્ટમાં 655 રન બનાવ્યા હતા. વર્તમાન પ્રવાસની શરૂઆતમાં કોહલીને પોતાના વ્યક્તિગત ફોર્મને લઈને કરવામાં આવેલા સવાલ પર હસતા-હસતા કહ્યું હતું કે તે અહીં રમતની મજા ઉઠાવવાં માંગે છે અને જ્યાં સુધી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે ત્યાં સુધી મારા વ્યક્તિગત ફોર્મને લઈને કોઇ પરેશાની નથી.  એન્ડરસને કહ્યું હતું કે વિરાટ પોતાની ટીમ તરફથી રન બનાવવા માટે આતુર હશે. જેમ તમે સુકાની અને દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાંથી એક પાસેથી આશા રાખો છો. આજે ક્રિકેટર મેચ ફુટેજ જોઈને જ નહીં અનુભવમાંથી પણ શીખી શકે છે. જેથી આશા રાખું છું કે કોહલીના સ્તરનો બેટ્સમેન અહીં પાછલી સિરીઝ (2014)માંથી કશુંક શીખ્યો હશે. એન્ડરસનનો વિરાટ સામે શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેણે 2014માં 6 ઇનિંગ્સમાં 4 વખત કોહલીને આઉટ કર્યો હતો. કુલ મળીને ટેસ્ટ મેચમાં એન્ડરસન કોહલીને પાંચ વખત આઉટ કરી ચૂક્યો છે.

  ફોર્મમાં છે વિરાટ - કોહલીએ વર્તમાન પ્રવાસમાં ટી-20 અને વન-ડેની 6 ઇનિંગ્સમાં 60.2ની એવરેજથી 301 રન બનાવ્યા છે. કોહલીએ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં બે અડધી સદી (નોટિંઘમમાં 75 અને લીડ્સમાં 71) ફટકારી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: England, James anderson, ભારત, વિરાટ કોહલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन