ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇશાંતે પ્રથમ ઇનિંગ્સમાં 1 અને બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. જોકે આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો 31 ને પરાજય થયો હતો. મેચમાં ઇશાંત શર્માના વલણથી આઈસીસી નારાજ થયું હતું અને મેચની ફીની 15 ટકા રકમનો દંડ ફટકાર્યો હતો.
ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાનને આઉટ કરીને ખોટી રીતે ઉજવણી કરી હતી. જેથી આઈસીસીએ શનિવારે મેચની 15 ટકા રકમનો દંડ ફટકાર્યો હતો. ઇશાંતે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે મલાને આઉટ કર્યો હતો. આ પછી ઉત્સાહિત બનીને ખોટી રીતે ઉજવણી કરી હતી. દંડ સિવાય તેના નામ પર એક ડિમેરિટ અંક પણ જોડવામાં આવ્યો છે.
આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ખેલાડીઓની આચાર સંહિતાના લેવલ એકના ભંગ બદલ ઇશાંત શર્મા પર મેચ ફીની 15 ટકા રકમનો દંડ ફટકાર્યો છે. આ સિવાય તેના ખાતામાં એક ડિમેરિટ અંક જોડી દેવામાં આવ્યો છે. ઇશાંતે સંહિતાની કલમ 2.1.7નો ભંગ કર્યો છે. જેમાં વિરોધી ખેલાડી આઉટ થાય ત્યારે ખોટી રીતે ઇશારો કરવો કે ખોટી ભાષા બોલવા પર સજાની જોગવાઈ છે.
આ ઘટના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં બની હતી જ્યારે ઇશાંત મલાનની સાવ નજીક જઈને ઉજવણી કરવા લાગ્યો હતો. મેચ અધિકારીઓને લાગ્યું કે તેની આ હરકત હરીફ ટીમના બેટ્સમેનને આક્રમક પ્રતિક્રિયા માટે ઉપસાવી શકે છે. દિવસ પૂર્ણ થયા પછી ઇશાંતે આરોપનો સ્વિકાર કરી લીધો છે અને મેચ રેફરી જેફ ક્રો દ્વારા લગાવેલા દંડનો સ્વિકાર કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર