liveLIVE NOW

Ind vs Eng : ભારતનો વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય, ઇંગ્લેન્ડની સેમિ ફાઇનલની આશા જીવંત

જોની બેરિસ્ટોના 111, રોહિત શર્માના 102, વિરાટ કોહલીના 66, શમીની 5 વિકેટ, ભારત હવે 2 જુલાઈએ બાંગ્લાદેશ સામે રમશે

  • News18 Gujarati
  • | June 30, 2019, 23:32 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    23:14 (IST)
    ધોની 42 અને જાધવ 12 રને અણનમ રહ્યા

    23:13 (IST)
    ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 306 રન બનાવ્યા. ભારતનો 31 રને પરાજય

    23:5 (IST)
    ભારતે 49.1 ઓવરમાં 300 રન પૂરા કર્યા

    22:24 (IST)

    ભારતના 41 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 243  રન. હાર્દિક પંડ્યા 36 ધોની 2 રને રમતમાં

    22:13 (IST)
    રિષભ પંત 29 બોલમાં 4 ફોર સાથે 32 રન બનાવી આઉટ. ભારતે 226 રને ચોથી વિકેટ ગુમાવી

    22:11 (IST)

    ભારતના 39 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 226  રન. રિષભ પંત 32 અને હાર્દિક પંડ્યા 22 રને રમતમાં

    21:54 (IST)
    રોહિત શર્મા 109 બોલમાં 15 ફોર સાથે 102 રન બનાવી આઉટ. ભારતે 198 રને ત્રીજી વિકેટ ગુમાવી

    21:53 (IST)
    રોહિત શર્મા એક વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર સૌરવ ગાંગુલી પછી બીજો ભારતીય ખેલાડી. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં કુલ 4 સદી ફટકારી છે

    21:51 (IST)

    ભારતના 36 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 198  રન. રોહિત શર્મા 102 અને રિષભ પંત 26 રને રમતમાં

    21:47 (IST)

    રોહિત શર્માએ 25મી સદી ફટકારી
     

    જોની બેરિસ્ટોની સદી (111) અને બેન સ્ટોક્સ (79), જેસન રોયની અડધી સદી (66)ની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં ભારત સામે 31 રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 5 વિકેટે 306 રન બનાવી શક્યું હતું.

    ભારતનો વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય થયો છે. ભારત તરફથી રોહિત શર્માએ 102, વિરાટ કોહલીએ 66, હાર્દિક પંડ્યાએ 45 અને ધોનીએ અણનમ 42 રન બનાવ્યા હતા.

    આ જીત સાથે ઇંગ્લેન્ડે સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બનાવી રાખી છે. ઇંગ્લેન્ડ હવે 3 જુલાઈએ અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે અને તે મેચમાં જીત મેળવશે તો સેમિ ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ ભારત હવે આગામી 2 જુલાઈએ બાંગ્લાદેશ સામે રમશે.

    અગાઉ બેરિસ્ટોએ 109 બોલમાં 10 ફોર અને 6 સિક્સર સાથે 111 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટોક્સે 54 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 79 રન બનાવ્યા હતા. રુટ 44, મોર્ગન 1, બટલર 20 અને વોક્સ 7 રન બનાવી આઉટ થયો હતો.

    ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. ચહલ ઘણો ખર્ચાળ સાબિત થયો હતો અને તેણે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા.

    ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. વિજય શંકરના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરાયો હતો.

    બંને ટીમો

    ભારતીય ટીમ - લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની, રિષભ પંત, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ચહલ.

    ઇંગ્લેન્ડની ટીમ - જેસન રોય, જોની બેરિસ્ટો, જો રુટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોશ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લુન્કેટ, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો