Home /News /sport /Ind Vs Eng: ઈંગ્લેન્ડે જીતી પહેલી ટેસ્ટ, ચેન્નઈમાં ભારત 22 વર્ષ બાદ હાર્યું

Ind Vs Eng: ઈંગ્લેન્ડે જીતી પહેલી ટેસ્ટ, ચેન્નઈમાં ભારત 22 વર્ષ બાદ હાર્યું

ભારતીય દિગ્ગજ બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના બોલિંગ અટેક સામે હથિયાર હેઠા મૂકી દેતાં ચેન્નઈ ટેસ્ટમાં થઈ કારમી હાર

ભારતીય દિગ્ગજ બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના બોલિંગ અટેક સામે હથિયાર હેઠા મૂકી દેતાં ચેન્નઈ ટેસ્ટમાં થઈ કારમી હાર

  ચેન્નઈઃ ઈંગ્લેન્ડ (England)ની સામેની પહેલી ટેસ્ટ મેચ (Chennai First Test)માં ભારત (Team India)ને હારનો સામનો કરવો પડ્યો છે. 420 રનના ટાર્ગેટ સાથે ટેસ્ટના પાંચમાં દિવસે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ 72 રન કર્યા, જ્યારે શુભમન ગિલ (Shubhan Gill)એ 50 રન કરી શક્યા. વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારનાર વોશિંગટન સુંદર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં. પૂજારા અને પંત બીજી ઇનિંગમાં સસ્તામાં આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયા તરફ હારનો ખતરો ઊભો થયો હતો જેને સંભાળવાનો પ્રયાસ કેપ્ટન કોહલીએ કર્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડના બોલિંગ અટેક સામે ભારતીય બેટ્સમેનો સેટ નહોતા થઈ શક્યા. નોંધનીય છે કે, ચેન્નઈમાં ટીમ ઈન્ડિયા 22 વર્ષ બાદ કોઈ ટેસ્ટ મેચ હારી છે.

  ઉલ્લેખનીય છે કે, ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધી 33 ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે તેમાંથી 14 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત જે 7 મેચોમાં હાર્યું છે તેમાંથી 4માં તેનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સાથે થયો હતો. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે અહીં ભારતને એક-એક વાર હરાવ્યું છે.

  ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચ 1934માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 202 રને જીતી હતી. તે 8 ફેબ્રઆરી 2021 સુધીમાં વિદેશી ટીમની ચેન્નઈમાં સૌથી મોટી જીત હતી. ઈંગ્લેન્ડે હવે પોતાનો જ રેકોર્ડ સુધારી લીધો છે. હવે ચેન્નઈમાં ભારતની સૌથી મોટી હારનું અંતર 227 રનનું થઈ ગયું છે.

  Ind vs Eng 1st Test, Day 5 Updates:

  - ભારત બીજી ઇનિંગમાં 192 રને ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડ 227 સામે રને પહેલી ટેસ્ટ મેચ હાર્યું.

  - નદીમ જૈક લીચનો શિકાર બનતાં ભારતે નવમી વિકેટ ગુમાવતાં હારની નજીક પહોંચી ગઈ.

  - ભારતને વિરાટ કોહલીના રૂપમાં આંઠમો આંચકો લાગ્યો. કેપ્ટન કોહલી 72 રન કરીને પેવેલિયન પરત ફર્યો.

  - ભારતને 51.2 ઓવરમાં સાતમો આંચકો લાગ્યો. જૈક લીચની બોલિંગમાં જોસ બટલરે અશ્વિનનો કેચ પકડ્યો. અશ્વિન 46 બોલમાં એક ફોર મારીને 9 રન કરી આઉટ થયો.
  - ભારતને 33.5 ઓવરમાં છઠ્ઠો આંચકો લાગ્યો. ડૉમ બેસની બોલિંગમાં વિકેટકિપર જોસ બટલરે વોશિંગટન સુંદરનો કેચ પકડ્યો.  સુંદર ખાતું ખોલાયા વગર પેવેલિયન પરત ફર્યો.

  - ભારતને 32.3 ઓવરમાં પાંચમો આંચકો લાગ્યો. એન્ડરસનના તરખાટ સામે પંત ટકી ન શક્યો. પંત 11 રન કરીને પેવેલિયન પરત ફર્યો.

  - ભારતને 26.5 ઓવરમાં ચોથો આંચકો લાગ્યો જ્યારે એન્ડરસને અજિંક્ય રહાણેને બોલ્ડ કર્યો. રહાણે ખાતું ખોલાયા વગર જ આઉટ થઈ ગયો.

  - ભારતને 26.2 ઓવરમાં ત્રીજો આંચકો લાગ્યો. એન્ડરસને શુભમન ગિલને બોલ્ડ કર્યો. ગિલ 83 બોલમાં 50 રન કરીને આઉટ થયો.

  - ભારતને 19.3 ઓવરમાં બીજો આંચકો લાગ્યો. જૈક લીચની બોલિંગમાં બેન સ્ટોક્સે ચેતેશ્વર પૂજારાનો કેચ પકડ્યો. પૂજારા 15 રન કરીને પેવેલિયન પરત ફર્યો.

  ભારતને છેલ્લા દિવસે જીતવા માટે 381 રનની જરૂર છે જ્યારે ઈંગ્લેન્ડને 9 વિકેટની જરૂર છે. તૂટી રહેલી પિચ પર 90 ઓવરમાં આટલો વિશાળ સ્કોર કરવો ખૂબ જ મુશ્કેલ હશે તેથી જો મેચ ડ્રો પણ જાય છે તો મેજબાન ટીમ માટે સારું પરિણામ હશે.

  નોંધનીય છે કે, ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં કેપ્ટન જો રૂટની બેવડી સદીની મદદથી 578 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 337 રને ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 178 રન કરતાં ભારતને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

  આ પણ વાંચો, 6000mAh બેટરીવાળા Poco M3નું આજે પહેલું સેલ! મળશે ભારે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

  ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.

  આ પણ વાંચો, WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

  ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Chennai Test, England, India vs england, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन