Home /News /sport /

IND Vs ENG : વિરાટ કોહલી સિવાય આ પાંચ ખેલાડીઓએ દર્શાવ્યો 'સુપર ફ્લોપ શો'

IND Vs ENG : વિરાટ કોહલી સિવાય આ પાંચ ખેલાડીઓએ દર્શાવ્યો 'સુપર ફ્લોપ શો'

સિરીઝ હારવાની સાથે જ ભારતીય ટીમનું 11 વર્ષ પછી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ.

સિરીઝ હારવાની સાથે જ ભારતીય ટીમનું 11 વર્ષ પછી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ.

  ભારતીય ક્રિકેટ હાલમાં કંઈક એવા સમયમાંથી પ્રસાર થઈ રહી છે. જ્યાં દરેક દિગ્ગજ પત્તાના મહેલની જેમ પડી ભાગી રહ્યો છે અને માત્ર એક જ ખેલાડી દિવારની જેમ ઉભો છે. આ ખાસ દિવારનું નામ છે કેપ્ટન વિરાટ કોહલી. આમ હાલમાં જોઈએ તો ટીમ ઈન્ડિયામાં માત્ર કેપ્ટન કોહલી જ એકમાત્ર સ્ટાર અને સંકટમોચનની ભૂમિકામાં છે. સાઉથૈમ્પ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 3-1થી જીતી લીધી છે. કોહલી ઉપરાંત રહાણેએ બેટ્સમેનના રૂપમાં અને બધા જ બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યો હતો.
  પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે પણ આ હાર બાદ ભારતીય ટીમને આડા હાથે લીધી હતી. તેમને કહ્યું કે, અત્યાર સમય આવી ગયો છે કે, કેટલાક ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવે. માત્ર તેમને પ્લેઈંગ 11માંથી જ નહી આખા સ્કવાયડમાંથી બહાર કરી દેવા જોઈએ.

  સિરીઝ હારવાની સાથે જ ભારતીય ટીમનું 11 વર્ષ પછી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ. વર્ષ 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનસીમાં ઈંગ્લેન્ડમાં સિરીઝ જીત પછી ટીમ ઈન્ડિયાને અહી સિરીઝ જીતવાની આશા હતી. ત્રીજી ટેસ્ટમાં જે રીતે કોહલીના ધુરંધરોએ ખેલ બતાવીને મેચ જીતી હતી, તેને જોતા લાગ્યું કે, ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ પણ સરળતાથી જીતી જશે.

  આખી સિરીઝ દરમિયાન એકમાત્ર કેપ્ટન વિરાટ કોહલીએ જ શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે અન્ય ખેલાડીઓ ટીમ પર માત્ર એક બોઝાની જેમ રહ્યાં. બધા જ ખેલાડીઓથી આશા હતી પરંતુ તેઓ કંઈજ કરી શક્યા નહી. આ પાંચ ખેલાડીઓ ટીમની એક નબળી કડી બનીને સામે આવ્યા.

  1. શિખર ધવન

  મુરલી વિજયની જેમ જ તેમના જોડીદાર શિખર ધવને પોતાના ખરાબ પ્રદર્શનથી બધાને નારાજ કર્યા. શિખર ધવને જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી, ત્યારે તેમની ટેકનિક અને જોશ શાનદાર હતો. બધાને તેમના પાસેથી આશા હતી કે, તેઓ વિદેશી જમીન પર પણ ગબ્બર સાબિત થશે. જોકે, આ પ્રવાસ પર શિખર ધવન કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નહી. તેને ત્રણ ટેસ્ટમાં તક આપવામાં આવી પરંતુ તેઓ એકપણ ઈનિંગમાં 50 રનનો સ્કોર પાર કરી શક્યો નહી.

  2. મુરલી વિજય

  ટેસ્ટ ઓપનરના રૂપમાં મુરલી વિજયે પાછલા કેટલાક સમયમાં ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે. ઘરેલૂ સિરીઝમાં તેમને શાનદાર પ્રદર્શન પણ કર્યુ, પરંતુ જ્યારે આ વખતે ટીમને તેમની પાસેથી આશા હતા તો તેઓ એકદમ ફ્લોપ સાબિત થયો. વિજય શરૂઆતની બે ટેસ્ટોમાં માત્ર 32 રન જ બનાવી શક્યો, જ્યાર પછી તેને બહાર બેસવું પડ્યું. ટેસ્ટમાં ઓપનિંગ ખુહ જ મહત્વપૂર્ણ હોય છે પરંતુ ભારતીય ટીમની ઓપનિંગ જોડી ઈંગ્લેન્ડમાં ફ્લોપ સાબિત થઈ છે.

  3. કેએલ રાહુલ

  ઈન્ડિન પ્રીમિયર લીગ અને વનડે-ટી20માં શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટમાં આવનાર યુવા કેએલ રાહુલે પણ આ પ્રવાસ પર બધાને નિરાશ કર્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ ખરાબ પ્રદર્શન છતાં રાહુલને સાથે આપ્યો પરંતુ તેઓ કોહલીને નારાજ કરતાં ખરો ઉતર્યો નહી. આખી ટેસ્ટ સિરીઝમાં રાહુલે કોઈ મોટી ઈનિંગ રમી નથી અને કુલ 113 રન જ બનાવ્યા છે.

  4. હાર્દિક પંડ્યા

  કોઈ યુવા ક્રિકેટર જ્યારે શરૂઆતમાં સારૂ પ્રદર્શન કરે છે તો તેના પાસેથી બેગણી આશાઓ હોય છે. હાર્દિક પંડ્યા સાથે પણ આવું જ થયુ, ક્રિકેટના નાના ફોર્મેટમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું અને લોકોને તેને નવો કપિલ દેવ બનાવી દીધો. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં તે એક ઓલરાઉન્ડરની જગ્યા ભરી શક્યો નહી. કદાચ, ઈંગ્લેન્ડ અને ભારતમાં એક મોટું અંતર છે અને આ દરમિયાન એવું પણ લાગ્યું કે, હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક આપી હોત તો કદાચ કંઈક અલગ જ રિઝલ્ટ મળ્યું હોત.

  5. દિનેશ કાર્તિક

  રિદ્ધિમાન સાહાવ ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે દિનેશ કાર્તિકને ટીમમાં જગ્યા મળી, પરંતુ સારા ફોર્મ અને અનુભવ હોવા છતાં કાર્તિકે નિરાશ કર્યા. કાર્તિકે શરૂઆતની બે મેચોમાં તક આપવામાં આવી, જેમાં તેને ફ્લોપ શો દર્શાવ્યો. આથી તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં જગ્યા આપવામાં આવી, તેમને વિકેટકિપરના રૂપમાં સારી ભૂમિકા ભજવી, પરંતુ બેટ્સમેનના રૂપમાં તે ફ્લોપ સાબિત થયો.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Dinesh kartik, KL Rahul, Virat kohali, હાર્દિક પંડ્યા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन