મોટા સમાચાર: ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં મોટી સંખ્યામાં જોવા મળશે દર્શકો

તસવીર-એપી

ભારત અને ઇંગ્લેન્ડ(India vs England)વચ્ચે આવતા મહિને પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પ્રથમ મેચ નોટિંગહામમાં રમાશે. આ શ્રેણી માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ફક્ત ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં જ રોકાઈ રહ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: ક્રિકેટ જગત અને ચાહકો માટે એક મોટો સમાચાર આવી રહ્યો છે. આવતા મહિનાથી, ભારત અને ઇંગ્લેન્ડ(India vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે જેમાં દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં મેચ રમાશે. હકીકતમાં, કોરોના રોગચાળાને લીધે, ખાલી સ્ટેડિયમમાં અથવા મર્યાદિત દર્શકોમાં જ મેચ રમાતી હતી. ગયા મહિને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final 2021) ની ફાઈનલ પણ સાઉધમ્પ્ટનમાં મર્યાદિત પ્રેક્ષકોની સામે રમી હતી. ફક્ત 4 હજાર જેટલા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી હતી.

    ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 4 ટેસ્ટ મેચોની સીરીઝ દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં રમાવાના સમાચાર બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સામે કોવિડ-19ના પ્રતિબંઘોને હટાવ્યા ત્યાર બાદ મળી હતી. અત્યારે ભારતીય ખેલાડી અત્યારે 20 દિવસનો બ્રેક પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ખેલાડીઓ 20 દિવસ આપવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: IND vs ENG: ભારતીય ખેલાડીઓના બ્રેક પર લાગી શકે છે રોક. કોરોનાએ વધારી ચિંતા

    બધા ખેલાડીઓ 14 જુલાઇએ લંડનમાં પાછા ભેગા થશે અને તે પછી નોટિંગહામ જવા રવાના થશે, જ્યાં પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવશે. કેટલાક ખેલાડીઓ પરિવાર સાથે ફરતા હોય છે જ્યારે કેટલાક વિમ્બલ્ડન અને યુરો કપની મજા લઇ રહ્યા હોય.

    આ પણ વાંચો: ENG vs PAK: ઈંગ્લેન્ડના 3 ખેલાડી-4 સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ, સ્ટોક્સને સોંપાયું સુકાન

    વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ઐતિહાસિક ફાઇનલમાં ભારતને 8 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે ઇંગ્લેન્ડનો પડકાર વિરાટ કોહલીની ટીમ સામે છે. ઈતિહાસિક ફાઇનલમાં ભારતે પ્રથમ દાવમાં 217 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમે 249 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા ફક્ત 170 રન જ બનાવી શકી અને જીતવા માટે કિવિ ટીમને 139 રનનો લક્ષ્યાંક આપ્યો. ન્યુઝીલેન્ડે 2 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કર્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published: