IND Vs ENG: વિરાટ કોહલીની આગેવાનીમાં માન્ચેસ્ટરમાં 85 વર્ષનો ઈતિહાસ બદલવા ઉતરશે Team India

India vs England 5th Test: વિરાટ કોહલી માનચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાનો નવો ઈતિહાસ લખવા માંગશે. (ફાઇલ તસવીર- AP)

India Vs England Manchester Test: ટીમ ઈન્ડિયા 14 વર્ષ બાદ ઈંગ્લેન્ડની જમીન પર ટેસ્ટ સીરીઝ જીતવાના આરે, પણ રૂટ અને વોક્સથી બચવું પડશે

  • Share this:
    નવી દિલ્હી. ભારત અને ઈંગ્લેન્ડની (India vs England) વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની પાંચમી અને છેલ્લી મેચ આજથી માન્ચેસ્ટરના મેદાન (Manchester Test) પર રમાશે. વિરાટ કોહલીની (Virat Kohli) આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 14 વર્ષ બાદ ઈંગ્લેન્ડની જમીન પર ટેસ્ટ સીરીઝ જીતવાના આરે છે. લોર્ડ્સ અને ઓવલ ટેસ્ટમાં મેજબાન ટીમને કારમી હારનો સ્વાદ ચખાડનારી ટીમ ઈન્ડિયા (Team India) સીરીઝમાં 2-1થી આગળ છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માન્ચેસ્ટરમાં 85 વર્ષ જૂનો ઈતિહાસ બદલવાના ઈરાદાથી ઉતરશે. ઈંગ્લેન્ડનું આ મેદાન ભારતની હંમેશા પરીક્ષા લેતું આવ્યું છે અને ટીમ ઈન્ડિયા અહીં ક્યારેય કોઈ ટેસ્ટ મેચ જીતી નશી શકી.

    ભારત અને ઈંગ્લેન્ડની (IND Vs ENG) વચ્ચે માન્ચેસ્ટરના (Manchester) ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ (Old Trafford Cricket Ground) પર અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ઇંગ્લેન્ડે ચાર વખત જીત મેળવી છે જ્યારે પાંચ મેચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે અહીં પહેલી ટેસ્ટ મેચ મેચ વર્ષ 1936માં રમાઈ હતી. ટીમ ઇન્ડિયા આ મેચને ડ્રોમાં લઈ જવામાં સફળ રહી હતી. તે સમયે ઇંગ્લેન્ડની પિચ પર મેચ ડ્રોમાં લઈ જવી તે ભારત માટે વિજય માનવામાં આવતી હતી. અહીં બીજી મેચ વર્ષ 1946માં રમાઈ હતી જે ડ્રો રહી હતી. વર્ષ 1952માં ઈંગ્લેન્ડે આ મેદાન પર પ્રથમ વખત ભારતને હરાવ્યું હતું.

    આ પણ વાંચો, T20 World Cup 2021: પાકિસ્તાન વિરુદ્ધ આ 11 ખેલાડીને ઉતારી શકે છે Virat Kohli

    ભારતે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 2014ના પ્રવાસ દરમિયાન રમી હતી. ત્યારે ઇંગ્લેન્ડે ભારતને એક ઇનિંગ અને 54 રનથી હરાવ્યું હતું. આ મેદાન સાથે ભારતીય ટીમની ખરાબ યાદો પણ જોડાયેલી છે. ટીમ ઇન્ડિયા છેલ્લીવાર 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી અને ત્યારે પણ તેને ન્યૂઝીલેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ સાબિત થઈ હતી.

    આ પણ વાંચો, T20 World Cup 2021: ધોનીના Mentor બનવાથી ટીમ ઈન્ડિયાને થશે 5 ફાયદા, બનાવશે ચેમ્પિયન!

    ટીમ ઈન્ડિયાએ રૂટ અને વોક્સથી બચવું પડશે

    ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) અને ફાસ્ટ બોલર ક્રિસ વોક્સનો જોરદાર રેકોર્ડ છે. રૂટે 8 ટેસ્ટ મેચમાં 65ની સરેરાશથી 781 રન ફટકાર્યા છે. ઇંગ્લિશ કેપ્ટને માન્ચેસ્ટરમાં બેવડી સદી પણ ફટકારી છે અને સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. બીજી તરફ, વોક્સે અહીં 5 ટેસ્ટ મેચમાં 23 વિકેટ ઝડપી છે. ઓવલ ટેસ્ટમાં પણ ખતરનાક બોલિંગ કરનારા વોક્સથી ટીમ ઈન્ડિયાએ બચવું પડશે. આ ઉપરાંત ઓલરાઉન્ડર મોઈન અલીએ પણ ત્રણ ટેસ્ટ મેચમાં 16 વિકેટ લીધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: