Ind Vs ENG Test: ભારત મજબૂત સ્થિતિમાં, ભારતની લીડ 500 રનને પાર

વિરાટની સદી

  • Share this:
    ભારતીય ટીમે  ત્રીજા દિવસ પહેલા જ સાત વિકેટના નુકશાને 352 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી.  વિરાટ કોહલી 197 બોલમાં દસ ફોરની મદદથી 103 રનની શાનદાર ઈનિંગ રમીને પેવેલિયન ફર્યો હતો.  વિરાટને ક્રિસ વોક્સે એલબીડબ્લ્યૂ કર્યો. જોકે, વિરાટે એમ્પાયરના નિર્ણય વિરૂદ્ધ રિવ્યું લીધો હતો પરંતુ તેનો કોઈ જ ફાયદો થયો નહતો. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા આક્રમક બેટિંગ કરતાં  50 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ એક સિક્સ અને સાત ફોર ફટકારી હતી.  હાર્દિક 52 અને અશ્વિન એક રને અણનમ રહ્યાં હતા.

    બીજી ઈનિંગની શરૂઆત કરવા માટે ઈંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કૂક અને કેટોન જેનિંગ્સ ઉતર્યા હતા. જેઓ ત્રીજા દિવસની રમતના અંતે ક્રમશ: 9 અને 13 રન બનાવીને અણનમ રહ્યાં હતા. ઈંગ્લેન્ડ પોતાની બીજી ઈનિંગમાં 23 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે હજું 498 રનની જરૂરત છે.

    આ પહેલા ભારતે બીજા દિવસના અંતે રમત પૂરી થયા પહેલા બે વિકેટના નુકશાને 124 રન બનાવી લીધા હતા. બીજા દિવસે શિખર ધવન અને લોકેશ રાહુલ ક્રમશ: 44 અને 36 રન બનાવીને આઉટ થયા હતા. નોર્ટિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે વિરાટ કોહલી ઉપરાંત ચેતેશ્વર પુજારાએ 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પુજારા સ્ટોક્સનો શિકાર બન્યો હતો. હાલમાં હાર્દિક પંડ્યા અને શમી રમતમાં છે. જ્યારે રિષભ પંત માત્ર એક રન બનાવીને જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. તે ઉપરાંત રહાણે 29 રન બનાવીને આદિલ રશીદની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો હતો.

    ઉલ્લેખનિય છે કે, આ ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 161 રન બનાવીને પેવેલિયન ફરી હતી. આથી ટીમ ઈન્ડિયાને 298 રનની લીડ મળી હતી. હાર્દિક પટેલે પાંચ વિકેટ ઝડપીને અંગ્રેજી ટીમને પેવેલિયન ભેગી કરી નાંખી હતી.
    Published by:Mujahid Tunvar
    First published: