IND VS ENG : આકાશ ચોપરાએ કહ્યું, 'ઈશાન કિશાન ફીટ હશે તો કોહલી માટે સમસ્યા સર્જાશે'

તસવીર સૌજન્ય https://www.facebook.com/iamishankishan

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ (IND VS ENG) વચ્ચે પાંચમી ટી-20 મેચની (T-20) નિર્ણાયક મેચ રમાશે. ત્યારે આ મેચ પહેલા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટું નિવેદન આપ્યું

  • Share this:
    આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ (IND VS ENG) વચ્ચે પાંચમી ટી-20 મેચની (T-20) નિર્ણાયક મેચ રમાશે. ત્યારે આ મેચ પહેલા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટું નિવેદન આપ્યું છે. ક્રીકઇન્ફો સાથે વાતચીત દરમિયાન આકાશે કહ્યું કે, તેમને નથી લાગતું કે ઈશાન ફિટ થશે. જો એક વખત માટે ઈશાન ફિટ થઇ જશે, તો ઘણા સવાલ ઉભા થશે. જેમ કે 4 મેચ રમાડયા બાદ રાહુલને 5મી મેચ માટે ટીમથી બાહર કરવામાં આવશે! આ ઠીક નથી. કારણ કે એક મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે રાહુલ ટીમનો મહત્વનો ઓપનર છે.

    ઉલ્લેખનીય છે કે, ઈશાન કિશાન ઈજાગ્રસ્ત થતા ચોથી ટી-20 નહોતો રમી શક્યો. તેની સ્થાને મેચમાં સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી લોકોના દિલ જીત્યા હતા. ત્યારે હવે સવાલ થાય છે કે જો પાંચમી મેચ માટે ઈશાન કિશાન ફિટ હશે તો કાયા ખેલાડીને ટીમમાંથી બહાર કરીને ઇશાનને જગ્યા આપવામાં આવશે. જો ઈશાન કિશાન ફિટ હશે તો શું તેને કે એલ રાહુલની જગ્યાએ રમાડવામાં આવશે? કારણ કે રાહુલે ગત 4 મેચમાં માત્ર 15 રન જ બનાવ્યા છે.

    આ પણ વાંચો : INDvsENG: મામલો ગરમ છે! પાંચમી મેચમાં શું વિરાટ કોહલીને બદલે રોહિત શર્મા કપ્તાની કરશે? 

    બધા માટે નિયમ એકસમાન

    સૂર્યકુમાર યાદવને ત્રીજા નંબર બાદ બેટિંગ કરવા મોકલાય તો તે ઠીક નથી. જો ઇશાનમાં રમાડવામાં આવે તો કોને બહાર બેસાડાશે? આકાશ ચોપરાએ કહ્યું કે, ઈશાન ફિટ નહીં થાય. નિયમ બધા માટે એકસમાન હોવો જોઈએ. જો રોહિત શર્માને આરામ આપવામાં આવે તો વિરાટ કોહલીને પણ આરામ આપવો જોઈએ. સાથે જ તેમણે કહ્યું, સંભવ છે કે પાંચમી મેચના બેટિંગ ઓર્ડરમાં કોઈ બદલાવ નહીં આવે.
    First published: