Ind vs Eng: માનચેસ્ટર ટેસ્ટને લઈને મોટા સમાચાર, ભારત-ઇંગ્લન્ડ વચ્ચેની પાંચમી મેચ રદ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી મેચ નહીં રમાય.

India vs England: ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચેની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ નહીં રમાય. પાંચ મેચની સીરીઝનો અંતિમ મુકાબલો આજે માન્ચેસ્ટરના (Manchester) મેદાન પર યોજાનાર હતો.

  • Share this:
    નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ હવે નહીં રમાય. પાંચ ટેસ્ટ મેચની સીરીઝનો અંતિમ મુકાબલો આજે માન્ચેસ્ટર (Manchester)ના મેદાન પર રમાનાર હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) વચ્ચે ગુરુવારે અને શુક્રવારે થયેલી લાંબા ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શુક્રવારે યોજાનાર ટેસ્ટ મેચ નહીં રમાય. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શિબિરની અંદર કોરોનાના વધી રહેલા કેસ (Corona virus fear)ની આશંકાને પગલે ભારત મેદાન પર ટીમ ઉતારવા માટે અસમર્થ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના આસિસ્ટન્ટ ફિજિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર  (Yogesh Parmar) ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદથી જ મેચ રમાવા પર આંશકા વ્યક્ત કરવામાં આવી હતી.

    આ અંગે ECB તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, "બીસીસીઆઈ અને ઈસીબી વચ્ચે ચાલી રહેલી ચર્ચા મુંબઈ આજે શરૂ થનારી મેચને રદ કરવામાં આવી છે. કેમ્પની અંદર કોરાનાના વધી રહેલા કેસની આશંકાએ ટીમ ઇન્ડિયા ફિલ્ડમાં ઉતરવા માટે અસમર્થ છે."

    ઉલ્લેખનીય છે કે ભારત આ ટેસ્ટ સીરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ અને હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ચાર લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. આ ઉપરાંત પાંચમી મેચની પૂર્વ સંધ્યાએ વધુ એક સભ્ય પોઝિટિવ આવતા બંને ટીમ તરફથી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.



    ખેલાડીઓને કોરોના સંક્રમિત થવાનો ડર સતાવી રહ્યો છે

    ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ફિઝિયોથેરાપિસ્ટના સંપર્કમાં આવેલા ખેલાડીઓને એવો ડર સતાવી રહ્યો છે કે જો તેઓ થોડા દિવસમાં કોરોના પોઝિટિવ થાય છે તો તેમને આઇપીએલની સાથોસાથ ઓક્ટોબરમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ રમવા ઉપર પણ સવાલ ઊભા થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ભલે માન્ચેસ્ટર ટેસ્ટ ન રમવાની ઈચ્છા વ્યક્ત કરી હોય, પરંતુ સ્કાય સ્પોર્ટ્સે જણાવ્યું હતું કે માન્ચેસ્ટર ટેસ્ટ નિયત શિડ્યૂલ મુજબ જ રમાશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે શુક્રવારે પાંચમી ટેસ્ટ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાશે, કારણ કે ટીમ ઈન્ડિયાના ફિઝિયોથેરાપિસ્ટ સંક્રમિત થયા બાદ કોઈ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે મેચ નહીં રમાય.

    ટીમ ઈન્ડિયાને કોરોનાનો ડર

    'ઈન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, ભારતીય ખેલાડીઓની શુક્રવાર સાંજે બેઠક મળી હતી, જેમાં ટીમના મોટાભાગના ખેલાડીઓએ પાંચમી ટેસ્ટ રમવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રો મુજબ, આ ટેસ્ટ પૂરી થયાના 4 દિવસ બાદ જ UAEમાં Indian Premier League 2021નો સેકન્ડ ફેઝ શરૂ થવાનો છે. એવામાં ખેલાડીઓને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ડર સતાવી રહ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: