IND vs ENG : પ્રથમ દિવસે ભારતીય બોલરો ઝળક્યા

પ્રથમ દિવસે ભારતીય બોલરો ઝળક્યા

પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ 90 ઓવરમાં 7 વિકેટે 198 રન જ બનાવી શક્યું, ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી

 • Share this:
  ઇંગ્લેન્ડ સામે શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ 90 ઓવરમાં 7 વિકેટે 198 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 50 રનની ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે બટલર 11 અને રાશિદ 4 રને રમતમાં છે.

  ઇંગ્લેન્ડ તરફથી જેનિંગ્સ 23 રન બનાવી રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. અલી અને કૂકે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. જોકે આ પછી રુટ અને બેરિસ્ટો ખાતું ખોલાયા વિના અને સ્ટોક્સ 11 રને આઉટ થતા ઇંગ્લેન્ડે 171 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

  ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી હતી. આ ટેસ્ટમાં ભારતે બે ફેરફાર કર્યા હતા. અશ્વિન અને હાર્દિક પંડ્યાના સ્થાને જાડેજા અને હનુમા વિહારીનો સમાવેશ કર્યો હતો. હનુમા વિહારીએ ટેસ્ટ ડેબ્યું કર્યું છે.
  Published by:Ashish Goyal
  First published: