Ind vs Eng : પાંચમી ટી-20માં ભારતનો 36 રને વિજય, 3-2થી શ્રેણી જીતી

(તસવીર સાભાર - હાર્દિક પંડ્યા ફેસબુક પેજ પરથી)

વિરાટ કોહલીના અણનમ 80 રન, રોહિત શર્માના 64 રન, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી ત્રણ વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે

  • Share this:
    અમદાવાદ : વિરાટ કોહલીના અણનમ 80 અને રોહિત શર્માના 64 રન બાદ ભુવનેશ્વર કુમારની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે પાંચમી અને નિર્ણાયક ટી-20માં ઇંગ્લેન્ડ સામે 36 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-2થી વિજય મેળવ્યો છે. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી ત્રણ વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.

    ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

    -આર્ચર 1 રને રન આઉટ

    -બેન સ્ટોક્સ 14 રને નટરાજનનો શિકાર બન્યો

    -ઇયોન મોર્ગન 1 રને આઉટ

    -ડેવિડ મલાનના 46 બોલમાં 9 ફોર, 2 સિક્સર સાથે 68 રન

    -બેરિસ્ટો 7 રને આઉટ

    -બટલર 52 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો

    -બટલરે 30 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા

    -મલાનની 33 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી

    -જેસન રોય પ્રથમ ઓવરના બીજા જ બોલે આઉટ

    ભારત ઇનિંગ્સ

    - ભારતના 20 ઓવરમાં 2 વિકેટે 224 રન

    -વિરાટ કોહલીના 52 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અણનમ 80 રન

    -હાર્દિક પંડ્યાના 17 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે અણનમ 39 રન

    -સૂર્યકુમાર યાદવના 17 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 32 રન

    -રોહિત અને વિરાટ વચ્ચે 9 ઓવરમાં 94 રનની ભાગીદારી

    -રોહિત શર્માના 34 બોલમાં 4 ફોર, 5 સિક્સર સાથે 64 રન

    -વિરાટ કોહલીએ 36 બોલમાં અડધી સદી ફટકારી

    -રોહિત શર્માએ 30 બોલમાં અડધી સદી પૂરી કરી

    -ભારતે 5.2 ઓવરમાં 50 રન બનાવ્યા

    -ઇંગ્લેન્ડના કેપ્ટને મોર્ગને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

    બંને ટીમો આ પ્રમાણે છે

    ભારતીય ટીમ -રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, રાહુલ ચાહર, ટી નટરાજન.

    ઇંગ્લેન્ડની ટીમ - જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, માર્ક વુડ.
    Published by:Ashish Goyal
    First published: