ચોથી ટેસ્ટમાં પૃથ્વી શો ને તક આપશે વિરાટ કોહલી, આ તસવીર છે સાબિતી!

News18 Gujarati
Updated: August 28, 2018, 3:38 PM IST
ચોથી ટેસ્ટમાં પૃથ્વી શો ને તક આપશે વિરાટ કોહલી, આ તસવીર છે સાબિતી!
પૃથ્વી શો નો મુરલી વિજયના સ્થાને ટીમમાં સમાવેશ કરાયો છે

  • Share this:
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી સાઉથટમ્પનમાં રમાશે. આ મુકાબલા પહેલા સમાચાર આવ્યા હતા કે પૃથ્વી શોને ચોથી ટેસ્ટમાં તક મળી શકે છે. પૃથ્વી શો નો મુરલી વિજયના સ્થાને ટીમમાં સમાવેશ કરાયો છે. પૃથ્વી શો એ સોમવારે જોરદાર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. તેના નેટ સેશનને જોઈને લોકો અંદાજ લગાવી રહ્યા છે કે તે ચોથી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં રમી શકે છે. 18 વર્ષીય આ બેટ્સમેને બેંગલુરમાં દક્ષિણ આફ્રિકા-એ સામે શાનદાર સદી ફટકારી હતી. હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ પૃથ્વી એ ત્રણ સદી ફટકારી હતી.

પૃથ્વી શો નું પ્રદર્શન
પૃથ્વી શો ના આંકડા તેને ચોથી ટેસ્ટમાં રમવા માટે ફેવરિટ ગણે છે. પૃથ્વી શોએ પોતાની 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં અત્યાર સુધી 56.72ની એવરેજથી 1418 રન બનાવ્યા છે. તે 7 સદી અને 5 અડધી સદી ફટકારી ચૂક્યો છે.


Loading...પૃથ્વી શો સિવાય હનુમા વિહારી પણ ચોથી ટેસ્ટમાં રમવા માટે દાવેદાર છે. તેણે પ્રથમ શ્રેણી ક્રિકેટ કારકિર્દીમાં 63 મેચમાં 59.79ની એવરેજથી 5142 રન બનાવ્યા છે.
First published: August 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...