ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કર્યા ધરાશાયી, તુટ્યો 100 વર્ષનો રેકોર્ડ

News18 Gujarati
Updated: August 30, 2018, 9:17 PM IST
ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કર્યા ધરાશાયી, તુટ્યો 100 વર્ષનો રેકોર્ડ
ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કર્યા ઘરાશાયી, તુટ્યો 100 વર્ષનો રેકોર્ડ

ભારતીય બોલરો ઇંગ્લેન્ડમાં એટલી શાનદાર બોલિંગ કરી રહ્યા છે કે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે

  • Share this:
ચોથી ટેસ્ટમાં પણ ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ઇંગ્લેન્ડના બેટ્સેમેનોને ધરાશાયી કર્યા હતા. ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે લંચ સુધીમાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ભારતીય બોલરોની શાનદાર લેન્થનો ઇંગ્લેન્ડના બેટ્સમેનો પાસે કોઈ જવાબ ન હતો. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડમાં એટલી શાનદાર બોલિંગ કરી રહ્યા છે કે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે.

છેલ્લા 100 વર્ષોમાં ઇંગ્લેન્ડની ધરતી ઉપર કોઈ ટીમના ફાસ્ટ બોલરોએ આટલું શાનદાર પ્રદર્શન કર્યું નથી. ભારતીય ફાસ્ટ બોલરોએ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં 42 વિકેટ ઝડપી છે. શ્રેણીમાં ભારતીય બોલરોની સ્ટ્રાઇક રેટ 43ની છે. જે છેલ્લા 100 વર્ષમાં ઇંગ્લેન્ડની ધરતી ઉપર કોઈપણ ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ભારતીય બોલરોએ આ શ્રેણીમાં દર 43 બોલ પર વિકેટ ઝડપી છે. આ પહેલા 1997માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ ઇંગ્લેન્ડમાં 45ની સ્ટ્રાઇક રેટથી વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડના બેટ્સમેનોનું સૌથી ખરાબ પ્રદર્શન
આ શ્રેણીમાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોનો દમ કાઢી નાખ્યો છે. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ટોપ-4 બેટ્સમેનોની એવરેજ કુલ 17.70ની રહી છે. છેલ્લા 80 વર્ષમાં ઇંગ્લેન્ડના ટોપ-4 બેટ્સમેનોનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ટેસ્ટ શ્રેણીમાં કુક 16.16ની એવરેજથી રન બનાવી રહ્યો છે. જેનિંગ્સની એવેરજ ફક્ત 15.66ની છે.
First published: August 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading