Home /News /sport /

Ind vs Eng 4th Test : પ્રથમ દિવસે બોલરોનો ઝંઝાવાત, કુલ 13 વિકેટોનું પતન

Ind vs Eng 4th Test : પ્રથમ દિવસે બોલરોનો ઝંઝાવાત, કુલ 13 વિકેટોનું પતન

Ind vs Eng 4th Test Live: ભારત 191 રનમાં ઓલઆઉટ

india vs england 4th test- ભારત 191 રનમાં ઓલઆઉટ, શાર્દુલ ઠાકુરે આક્રમક બેટિંગ કરતા 36 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 57 રન બનાવ્યા

    લંડન : ચોથી ટેસ્ટનો (Ind vs Eng 4th Test )પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો છે. પ્રથમ દિવસે કુલ 13 વિકેટોનું પતન થયું છે. ભારત (Ind vs Eng )191 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. જવાબમાં દિવસના અંતે ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી 53 રન બનાવી લીધા છે. ડેવિડ મલાન 26 અને ક્રેગ ઓવર્ટન 1 રને રમતમાં છે. ભારત તરફથી બુમરાહે 2 વિકેટ અને ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી હતી.

    ઇંગ્લેન્ડની ઇનિંગ્સ

    -હામીદ 0 રને બુમરાહનો શિકાર બન્યો

    -રોરી બર્ન્સ 5 રને ઉમેશની ઓવરમાં આઉટ

    -જો રુટ 21 રને બોલ્ડ થયો

    ભારતની ઇનિંગ્સ

    -ક્રિસ વોક્સે 4, જ્યારે રોબિન્સને 3 વિકેટ ઝડપી

    - ભારત 61.3 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ

    - શાર્દુલ ઠાકુરે આક્રમક બેટિંગ કરતા 36 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 57 રન બનાવ્યા

    - રહાણે 14 રન બનાવી આઉટ

    - વિરાટ કોહલીના 96 બોલમાં 8 ફોર સાથે 50 રન

    આ પણ વાંચો - શું તમે જોઈ છે રિષભ પંતની ગ્લેમર્સ બહેન?

    - રવીન્દ્ર જાડેજા 10 રને આઉટ

    - પૂજારા 4 રને એન્ડરસનનો શિકાર બન્યો

    - રોહિત શર્મા 11 રન બનાવી આઉટ

    - ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો

    - ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    બંને ટીમો આ પ્રમાણે છે

    ભારત- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડ- રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રુટ, ઓલી પોપ, જોની બેયરસ્ટો, મોઇન અલી, ક્રિસ વોક્સ, ક્રેગ ઓવર્ટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.

    શ્રેણી હાલ 1-1થી બરાબરી પર

    ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમેચમાં એક ઈનિંગ અને 76 રનથી વિજય મેળવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો. પ્રથમ ટેસ્ટ ડ્રો માં પરિણમી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 4th test, England, India vs england, India vs england 4th test, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन