પૃથ્વી શો અને હનુમાન વિહારીને ચોથી ટેસ્ટમાં મોકો, મુરલી-કુલદીપ બહાર

News18 Gujarati
Updated: August 23, 2018, 7:56 AM IST
પૃથ્વી શો અને હનુમાન વિહારીને ચોથી ટેસ્ટમાં મોકો, મુરલી-કુલદીપ બહાર
ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જોહેરાત કરાઈ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડીયાએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે.

  • Share this:
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડીયાએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડીયાએ બે મોટા ફેરફાર કર્યા છે. ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરી દીધા છે. આ બંને ખેલાડીઓની જગ્યાએ બે યુવાન ચહેરા પૃથ્વી શો અને હનુમા વિહારી ઈંગ્લેન્ડ જશે.

તમને જણાવી દઈએ કે, પૃથ્વી શોએ પોતાની 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં અત્યાર સુધીમાં 56.72ની શાનદાર એવરેજથી 1418 રન બનાવ્યા છે. તે 7 સદી અને 5 અડધી સદી ફટકારી ચુક્યો છે. માત્ર 18 વર્ષના આ બેટ્સમેને બેંગ્લોરમાં સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ પૃથ્વી શોએ ત્રણ સદી ફટકારી હતી.

આંધ્રપ્રદેશનો સ્ટાઈલિશ બેટ્સમેન હનુમા વિહારી પણ ટીમ ઈન્ડીયામાં જગ્યા બનાવવામાં સફળ થયો છે. તેણે પોતાની પ્રથમ શ્રેણીના ક્રિકેટ કરિયરમાં 63 મેચમાં 59.79ની શાનદાર એવરેજથી 5142 રન બનાવ્યા છે. ઈન્ડીયા એ માટે રમીને તેણે સાઉથ આફ્રિકા-એ વિરુદ્ધ સદી ફટકારી હતી. તેના બેટથી ઈંગ્લેન્ડમાં પણ સદી નીકળી હતી. જોકે, મયંક અગ્રવાલને એકવાર ફરી જગ્યા ના મળતા લોકો નિરાશ દેખાઈ રહ્યા છે.

ચોથી-પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયા
વિરાટ કોહલી, શિખર ધવન, કે એલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, આજિંક્ય રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, કરૂણ નાયર, દિનેશ કાર્તિક, હનુમા વિહારી.
First published: August 23, 2018, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading