Ind vs Eng 4th Test : ચોથા દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 77/0, જીત માટે હજી 291 રનની જરૂર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે.

IND vs ENG Live Score, 4th Test Match, Day 4: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ ખાતે ચાલી રહી છે, ત્રીજા દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 270 રન કર્યા હતા જેમાં ભારત પાસે 171 રનની લીડ મળી છે.

  • Share this:
    લંડન: સિરીઝની ચોથી ટેસ્ટ ભારત અને ઈંગ્લેન્ડ (ભારત વિ ઈંગ્લેન્ડ) વચ્ચે ઓવલ ખાતે રમાઈ રહી છે.  ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં 466 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે DAY-4 સ્ટમ્પ્સ સુધી બીજી ઈનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 77 રન કર્યા છે. અત્યારે ઓપનર હસીબ હમીદ અને રોરી બર્ન્સ ક્રીઝ પર છે. ઈન્ડિયાએ નવેમ્બર-2019 પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ રનનો સ્કોર કર્યો છે.

    IND vs ENG Live Update, 4th Test Match, Day4

    • બીજી ઈનિંગમાં ચોથા દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 77/0

    • ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 368 રનનો આપ્યો ટાર્ગેટ

    • મોહમ્મદ સિરાજ શૂન્ય રન કરીને થયો આઉટ

    • ભારતની નવમી વિકેટ તરીકે બુમરાહ 24 રન કરીને આઉટ થયો હતો.

    • ઠાકૂરના આઉટ થયા બાદ પંત પણ 50 રન કરીને મોઈન અલીનો શિકાર બન્યો હતો.

    • શાર્દૂલ ઠાકુરની વિકેટ પડતા જ ભારતને સાતમો ઝટકો લાગ્યો હતો તે 60 રન કરીને આઉટ થયો હતો.

    • રહાણેની વિકેટ પડ્યા બાદ કેપ્ટન કોહલી મોઈન અલીનો શિકાર બન્યો હતો. તેણે 44 રન કર્યા હતા. ભારતનો સ્કોર 312/6

    • રવિન્દ્ર જાડેજા આઉટ થતા રહાણે પણ શૂન્ય રન કરી થયો આઉટ

    • ચોથા દિવસની શરૂઆતમાં રવિન્દ્ર જાડેજા 17 રન કરી થયો આઉટ

    • ઓવલ આજે વાદળછાયું રહેશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. ટીમ ઈન્ડિયાએ પહેલા કલાકમાં કાળજીપૂર્વક રમવું પડશે કારણ કે બોલ પણ નવો છે.


    ઉમેશ સાથે આઠમી વિકેટ માટે 63 રન જોડ્યા. ભારતીય ઇનિંગ 61.3 ઓવરમાં સમાપ્ત થઈ અને ફરી એક વખત નોંધપાત્ર બેટ્સમેનો નિરાશ થયા. ઠાકુર સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી પરંતુ આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનની પાર પહોંચી શક્યો ન હતો. પાંચ મેચની શ્રેણી 1-1થી ચાલી રહી છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ, જ્યારે લોર્ડ્સમાં ભારતે 151 રનથી જીત મેળવી. ત્રીજી ટેસ્ટમાં ભારતને લીડ્સના મેદાન પર ઇનિંગ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડ: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રુટ, ઓલી પોપ, જોની બેયરસ્ટો, મોઇન અલી, ક્રિસ વોક્સ, ક્રેગ ઓવર્ટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.

    શ્રેણી હાલ 1-1થી બરાબરી પર

    ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમેચમાં એક ઈનિંગ અને 76 રનથી વિજય મેળવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો. પ્રથમ ટેસ્ટ ડ્રો માં પરિણમી હતી.
    Published by:kuldipsinh barot
    First published: