Ind vs Eng 4th Test : ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર 270/3, ભારત પાસે 171 રનની લીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે.

IND vs ENG Live Score, 4th Test Match, Day2: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય ઈનિંગ માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ પણ ઇંગ્લેન્ડની 3 વિકેટ માત્ર 53 રનમાં પાડી દીધી છે.

  • Share this:
    લંડન: સિરીઝની ચોથી ટેસ્ટ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ઓવલ ખાતે રમાઈ રહી છે.  રીજા દિવસે ઈન્ડિયન ટીમે 3 વિકેટના નુકસાને 270 રન કર્યા છે. અત્યારે રવીન્દ્ર જાડેજા 9* રન અને વિરાટ કોહલી 22* રન કરી ક્રીઝ પર છે. તેવામાં બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ હવે ઇંગ્લેન્ડથી 171 રનથી આગળ છે. રોહિતને ઓલી રોબિન્સને પેવેલિયન ભેગો કર્યો, તેણે 127 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ સિક્સ મારીને પોતાની સદી પૂરી કરી હતી.

    IND vs ENG Live Score, 4th Test Match, Day3

    • બીજા દિવસના આંત સુધીમાં ભારતનો સ્કોર 270/3 છે. રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન કોહલી રમતમાં છે.

    • રોહિત શર્મા આઉટ થતા ચતેશ્વર પૂજારા પણ આઉટ થયો હતો.

    • રોહિત શર્મા 127 રન કરી આઉટ થયો હતો.

    • પૂજારાની ફિફ્ટી ભારતની 200 રનનમાં એક વિકેટ

    • રોહિત શર્માની શાનદાર સદી

    • રાહુલ 46 રન કરી થયો આઉટ

    • કે.એલ રાહુલ અને રોહિત શર્મા વચ્ચે 50 રનની પાર્ટનશીપ


    ઉમેશ સાથે આઠમી વિકેટ માટે 63 રન જોડ્યા. ભારતીય ઇનિંગ 61.3 ઓવરમાં સમાપ્ત થઈ અને ફરી એક વખત નોંધપાત્ર બેટ્સમેનો નિરાશ થયા. ઠાકુર સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી પરંતુ આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનની પાર પહોંચી શક્યો ન હતો. પાંચ મેચની શ્રેણી 1-1થી ચાલી રહી છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ, જ્યારે લોર્ડ્સમાં ભારતે 151 રનથી જીત મેળવી. ત્રીજી ટેસ્ટમાં ભારતને લીડ્સના મેદાન પર ઇનિંગ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડ: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રુટ, ઓલી પોપ, જોની બેયરસ્ટો, મોઇન અલી, ક્રિસ વોક્સ, ક્રેગ ઓવર્ટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.

    શ્રેણી હાલ 1-1થી બરાબરી પર

    ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમેચમાં એક ઈનિંગ અને 76 રનથી વિજય મેળવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો. પ્રથમ ટેસ્ટ ડ્રો માં પરિણમી હતી.
    Published by:kuldipsinh barot
    First published: