Ind vs Eng 4th Test : બીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં ભારત 43/0, હજુ ઈંગ્લેન્ડથી 56 રન પાછળ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે.

IND vs ENG Live Score, 4th Test Match, Day2: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય ઈનિંગ માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ પણ ઇંગ્લેન્ડની 3 વિકેટ માત્ર 53 રનમાં પાડી દીધી છે.

  • Share this:
    લંડન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ (Ind vs Eng 4th Test) ઓવલ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય (team India) ઈનિંગ માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ પણ ઇંગ્લેન્ડની 10 વિકેટ માત્ર 290રનમાં કર્યા હતા. સ્કોર બોર્ડ પર માત્ર છ રન હતા ત્યારે બુમરાહે બંને ઓપનર રોરી બર્ન્સ (5) અને હસીબ હમીદ (0) ને પેવેલિયન મોકલ્યા હતા. ઓલિ પોપે જોરદાર વિકેટ રમી હતી. ઉમેશ યાદવે 3 વિકેટ ઝડપી હતી. બમરાહે 2, શાર્દુલ ઠાકુરે 1, મોહમ્મદ સિરાજે 1 ,તથા રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમે 90 રનની લીડ પ્રાપ્ત કરી હતી. જેમાં અત્યારે ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કે.એલ રાહુલ ક્રિઝ પર છે, બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 43/0 છે, જોકે ઈન્ડિયા હજુ 56 રનથી પાછળ છે.

    Ind vs Eng 4th Test Live Score Update

    • અંતિમ બેટસમેન રન આઉટ થતાની સાથે જ ઈંગ્લેન્ડ 290 રનમાં ઓલઆઉટ થઈ હતી અને 99 રનની લીડ મેળવી લીધી છે.

    • ક્રિસ વોક્સની પણ ફિફ્ટી

    • રવિન્દ્ર જાડેજાએ ઓલિવર રોબિન્સન 5 રને આઉટ કરીને ભારતને નવમી સફળતા અપાવી હતી.

    • શાર્દૂલ ઠાકુરએ ઓલી પોપને 81 રને બોલ્ડ માર્યો અને ભારતને આઠમી સફળતા અપાવી હતી.

    • મોઈન અલીને જાડેજાએ 35 રન કરીને આઉટ કર્યો હતો.

    • મોહમ્મદ સિરાજે છઠ્ઠી વિકેટ જોની બેરસ્ટ્રોની લીધી હતી તે 37 રન કરીને આઉટ થયો હતો.

    • ઓલિ પોપની ફિફ્ટી

    • ઉમેશ યાદવને ત્રીજી સફળતા મળી હતી અને અને ભારતને પાંચમી સફળતા મળી હતી. ડેવિડ મલાન 31 રન કરીને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો.

    • ઉમેશ યાદવે દિવસના 10 માં બોલ પર ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. તે ક્રેગ ઓવરટનને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડે અત્યાર સુધી બીજા દિવસે એક પણ રન ઉમેર્યો નથી. આ સાથે ઉમેશ યાદવની ટેસ્ટમાં 150 વિકેટ પણ પૂર્ણ થઈ ગઈ છે.


    ઉમેશ સાથે આઠમી વિકેટ માટે 63 રન જોડ્યા. ભારતીય ઇનિંગ 61.3 ઓવરમાં સમાપ્ત થઈ અને ફરી એક વખત નોંધપાત્ર બેટ્સમેનો નિરાશ થયા. ઠાકુર સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી પરંતુ આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનની પાર પહોંચી શક્યો ન હતો. પાંચ મેચની શ્રેણી 1-1થી ચાલી રહી છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ, જ્યારે લોર્ડ્સમાં ભારતે 151 રનથી જીત મેળવી. ત્રીજી ટેસ્ટમાં ભારતને લીડ્સના મેદાન પર ઇનિંગ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.



    ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડ: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રુટ, ઓલી પોપ, જોની બેયરસ્ટો, મોઇન અલી, ક્રિસ વોક્સ, ક્રેગ ઓવર્ટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.

    શ્રેણી હાલ 1-1થી બરાબરી પર

    ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમેચમાં એક ઈનિંગ અને 76 રનથી વિજય મેળવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો. પ્રથમ ટેસ્ટ ડ્રો માં પરિણમી હતી.
    Published by:kuldipsinh barot
    First published: