Ind vs Eng : ભારતનો એક ઇનિંગ્સ અને 25 રનથી વિજય, ચાર ટેસ્ટની શ્રેણી 3-1થી જીતી

અશ્વિન અને અક્ષર પટેલનો તરખાટ, ઇંગ્લેન્ડ 135 રનમાં ઓલઆઉટ, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવ્યું

અશ્વિન અને અક્ષર પટેલનો તરખાટ, ઇંગ્લેન્ડ 135 રનમાં ઓલઆઉટ, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવ્યું

  • Share this:
    અમદાવાદ: અક્ષર પટેલ (5 વિકેટ )અને આર અશ્વિન (5 વિકેટ)ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે અમદાવાદમાં રમાય રહેલી ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે એક ઇનિંગ્સ અને 25 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતની 160 રનની લીડ સામે ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે 4 ટેસ્ટની શ્રેણીમાં 3-1થી વિજય મેળવ્યો છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન પણ બનાવી લીધું છે. સદી ફટકારનાર પંતને મેન ઓફ ધ મેચ અને આર અશ્વિનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે.

    Updates:

    >> અશ્વિન અને અક્ષર પટેલે 5-5 વિકેટ ઝડપી

    >> ઇંગ્લેન્ડ તરફથી ડેનિયલે સૌથી વધારે 50 રન બનાવ્યા

    >> ડોમ બેસને આઉટ કરી અક્ષર પટેલે 5 વિકેટ પૂરી કરી

    >> ફોક્સ 13 રને અક્ષર પટેલનો શિકાર બન્યો.

    >> 26મી ઓવરના પ્રથમ બોલ પર આર અશ્વિને રૂટને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ઇંગ્લેન્ડનો સ્કોર છ વિકેટ ગુમાવીને 65 રન થયો હતો.

    >> 25મી ઓવરના પાંચમાં બોલમાં અક્ષર પટેલે પોપને સ્ટમ્પ કર્યો હતો. પટેલે ભારતને પાંચમી સફળતા અપાવી હતી. પોપ 15 રન બનાવી શક્યો હતો.

    >> 14મી ઓવરમાં અક્ષર પટેલે બેન સ્ટોક્સને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્ટોક્સ બે રન બનાવી શક્યો હતો.

    >>10મી ઓવરના અંતિમ બોલમાં અક્ષર પટેલે સિલ્બીને પંતના હાથ આઉટ કરાવ્યો હતો. આ સાથે જ ભારતને ત્રણ સફળતા મળી ગઈ હતી. સિલ્બી ફક્ત ત્રણ રન બનાવી શક્યો હતો.

    >> અશ્વિને ક્રાઉલીને પેવેલિયન મોકલ્યા બાદ બીજા જ બોલમાં બેયરસ્ટોને રોહિતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

    >>આર અશ્વિને ભારતને મોટી સફળતા અપાવી. પાંચમી ઓવરના ચોથા બોલ પર અશ્વિને ક્રાઉલીને રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ક્રાઉલી ફક્ત પાંચ રન બનાવી શક્યો હતો.

    >> લંચ બ્રેક સુધી ઇંગ્લેન્ડે પોતાની બીજી ઇનિંગમાં કોઈ નુકસાન વગર છ રન બનાવી લીધા છે. ક્રાઉલી પાંચ અને સિબ્લી 1 રન બનાવીને રમી રહ્યા છે.

    >> સ્ટોક્સે સિરાઝને બોલ્ડ કરી દીધો હતો. આ સાથે જ ભારતની પ્રથમ ઇનિંગ 365 રનમાં સમેટાઈ હતી. વોશિંગટન સુંદર પણ સારી રમત રમ્યો હતો પરંતુ તે સદી ચૂકી ગયો હતો. સુંદરે 96 રન બનાવ્યા હતા.

    >> રૂટના બોલ પર સુંદરે સિંગલ લીધો હતો, આ દરમિયાન અક્ષર પટેલ રન આઉટ થઈ ગયો હતો. પટેલ 43 ર બનાવીને આઉટ થયો હતો.

    >> ડૉમ બેસના પ્રથમ બોલ પર સુંદરે બોલરના માથા ઉપરતી જોરદાર છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ ભારતની પ્રથમ ઇનિંગ 300 રનને પાર થઈ હતી. બીજા જ બોલમાં સુંદરે વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો.

    >> ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે.

    આ પણ વાંચો: RTOના ધક્કાઓમાંથી મુક્તિ: હવે આધાર ઑથેન્ટિકેસનથી ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરી શકાશે

    બંને દેશોની ટીમો આ પ્રકારે છે:

    ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, પંત, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

    આ પણ વાંચો: લગ્નની સિઝન પહેલા સોનું કેમ થઈ રહ્યું છે સસ્તું? નિષ્ણાતોના મતે ભાવમાં કેટલો ઘટાડો થશે

    ઈંગ્લેન્ડઃ ડોમ સિબ્લે, ઝેક ક્રોવલે, જોની બેયરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, ડેન લોરેન્સ, બેન ફોક્સ, ડોમ બેસ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન
    Published by:Vinod Zankhaliya
    First published: