નવી દિલ્લી: ભારત સામે ચોથા ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર રેટ માટે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આપવામાં આવેલા સમયથી મોર્ગનની ટીમે એક ઓવર ધીમી કરી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એલાઇટ પેનલ મેચ રેફરી જવાગલ શ્રીનાથે આ દંડ લાદ્યો છે. આઇસીસીએ જણાવ્યું હતું કે, પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ માટે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.22 એ લઘુત્તમ ઓવર સ્પીડ ઉલ્લંઘનને લગતી છે જેમાં ટીમના ખેલાડીઓની ફીના ૨૦ ટકા દંડ નિર્ધારિત સમયથી દરેક ધીમી ઓવર માટે લેવામાં આવે છે.
ભારતે ગુરુવારે રાત્રે આઠ રનથી મેચ જીતીને પાંચ મેચની શ્રેણી 2-2થી સરભર કરી હતી. મોર્ગને સૂચિત દંડ સ્વીકાર્યો તેથી સત્તાવાર સુનાવણીની કોઈ જરૂર નથઈ. ઓન ફીલ્ડ અમ્પાયર એન. અનંતપદ્મનાભન, નીતિન મેનન અને ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ પેનલ્ટી નક્કી કરી હતી.
દબાણની પરિસ્થિતિ ઇંગ્લેન્ડ પર કાબૂ મેળવવાનો વિશ્વાસ ધરાવતી ભારતીય ટીમ છેલ્લી ટી 20 મેચમાં જીતીને શ્રેણી જીતવા માંગશે. ભારતે સિરીઝમાં અત્યાર સુધી બેદરકારી ભર્યું વલણ અપનાવ્યું છે અને પાંચમી મેચનું જે કંઈ પરિણામ આવે, તેની વર્લ્ડ કપ માટેની તૈયારીઓ યોગ્ય દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે. આ વર્ષના અંતે ભારતમાં વર્લ્ડ કપ રમવાનો છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ પહેલા તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવામાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ હવે તેમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં સારા બેસ્ટમેન મળ્યા છે. આ બંનેએ સારી ઇનિંગ્સ રમીને ટીમને નવા વિકલ્પો પૂરા પાડ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર