Ind vs Eng : ચોથી ટી-20માં ભારતનો 8 રને વિજય, શ્રેણી 2-2થી સરભર

તસવીર - બીસીસીઆઈ

પાંચમી અને નિર્ણાયક ટી-20 મેચ 20 માર્ચે રમાશે

  • Share this:
    અમદાવાદ : સૂર્યકુમાર યાદવની અડધી સદી (57)ની મદદથી ભારતે ચોથી ટી-20માં ઇંગ્લેન્ડે સામે 8 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 177 રન બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 2-2થી સરભર કરી દીધી છે. પાંચમી અને નિર્ણાયક ટી-20 મેચ 20 માર્ચે રમાશે.

    ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

    -ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    -મોર્ગન 4 રને આઉટ

    -બેન સ્ટોક્સના 23 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 46 રન

    - ડેવિડ મલાનના 14 રન

    - બેરિસ્ટો 25 રને ચાહરની ઓવરમાં આઉટ

    - જેસન રોયના 27 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 40 રન

    - જોસ બટલર 9 રને ભુવીનો શિકાર બન્યો

    ભારત ઇનિંગ્સ

    -ભારતના 20 ઓવરમાં 8 વિકેટે 185 રન

    -રોહિત શર્મા 12 રન બનાવી આઉટ

    -લોકેશ રાહુલ 14 રને સ્ટોક્સનો શિકાર બન્યો

    -વિરાટ કોહલી 1 રને આઉટ

    -સૂર્યકુમાર યાદવના 31 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 57 રન

    -ઋષભ પંતના 23 બોલમાં 4 ફોર સાથે 30 રન

    -ઐયરના 18 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 37 રન

    બંને ટીમો આ પ્રમાણે છે

    ભારતીય ટીમ - કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, રાહુલ ચાહર.

    ઇંગ્લેન્ડની ટીમ - જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, માર્ક વુડ.
    Published by:Ashish Goyal
    First published: