Home /News /sport /

India vs England 3rd Test: ટીમ ઇન્ડિયા 170 રનનો ટાર્ગેટ આપી શકે તો જીતવાની આશા મોટી, આંકડામાં સમજો

India vs England 3rd Test: ટીમ ઇન્ડિયા 170 રનનો ટાર્ગેટ આપી શકે તો જીતવાની આશા મોટી, આંકડામાં સમજો

India vs England 3rd Test: ટીમ ઇન્ડિયા 170 રનનો ટાર્ગેટ આપી શકે તો જીતવાની આશા મોટી, આંકડામાં સમજો (AP)

India vs England 3rd Test- વિરાટ કોહલીની (Virat Kohli)કેપ્ટનશિપમાં ટીમ આ પહેલા ઘણા પ્રસંગે શાનદાર વાપસી કરી ચૂકી છે

    હેડિંગ્લે : ટીમ ઇન્ડિયાએ (Team India)ઇંગ્લેન્ડ સામે (IND vs ENG)પાંચ ટેસ્ટની શ્રેણીમાં સારી શરૂઆત કરી છે. પ્રથમ ટેસ્ટ વરસાદના કારણે ડ્રો રહી હતી. જેમાં ભારત મજબૂત સ્થિતિમાં હતું. લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે જીત મેળવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. જોકે ત્રીજી ટેસ્ટમાં (India vs England 3rd Test)ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી છે. ટીમ ઇન્ડિયાને ફક્ત 78 રનમાં ઓલઆઉટ કર્યા પછી ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર શરૂઆત કરી છે. જોકે વિરાટ કોહલીની (Virat Kohli)કેપ્ટનશિપમાં ટીમ આ પહેલા ઘણા પ્રસંગે શાનદાર વાપસી કરી ચૂકી છે.

    હવે ટીમ ઇન્ડિયાનો પ્રથમ લક્ષ્યાંક ઇંગ્લેન્ડને મોટી લીડ લેવાથી રોકવાનો છે. આ પછી ટીમ બીજી ઇનિંગ્સમાં મોટો સ્કોર બનાવવા માંગશે. ચોથી ઇનિંગ્સમાં 200 રનનો લક્ષ્યાંક ક્યારેક આસાન રહેતો નથી. લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગ્સમાં ફક્ત 120 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશિપમાં 10 વખત વિરોધી ટીમને ચોથી ઇનિંગ્સમાં 170 રન પણ બનાવા દીધા નથી.

    આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ પહેરી લક્ઝુરિયસ ઘડિયાળ, કિંમત એટલી કે અમદાવાદમાં આવી જાય બે-ત્રણ બંગલા

    3 વખત ઇંગ્લેન્ડ પસ્ત

    વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ત્રણ વખત ઇંગ્લેન્ડને ચોથી ઇનિંગ્સમાં 170 રન સુધી પહોંચવા દીધી નથી. આ વર્ષે ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને 482 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેની સામે ટીમ 164 રન બનાવી શકી હતી. 2016માં વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટમાં 405 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 158 રન જ બનાવી શકી હતી. હાલમાં જ રમાયેલી બીજી લોર્ડ્સ ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડની ટીમ 120 રનમાં આઉટ થઇ ગઈ હતી.

    આ રેકોર્ડથી જીત મુશ્કેલ

    વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ બીજી વખત 100થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઇ છે. આ પહેલા ગત વર્ષે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ફક્ત 36 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. આ ભારતનો ટેસ્ટનો સૌથી ન્યૂનતમ સ્કોર છે. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ જ્યારે પણ ઇનિંગ્સમાં 140થી ઓછા સ્કોરે આઉટ થાય છે તો ક્યારેય ટેસ્ટ જીતી શકતી નથી. આવામાં ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતવા ચમત્કાર કરવો પડશે.

    ફક્ત 7 વખત 180થી કે તેનાથી વધારે રન બનાવીને મળી છે જીત

    હેડિંગ્લેના રેકોર્ડની વાત કરવામાં આવે તો અહીં ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરવી આસાન નથી. અત્યાર સુધી આ મેદાન પર 79 ટેસ્ટ રમાઇ છે. જેમાં ફક્ત 7 વખત ચોથી ઇનિંગ્સમાં 180 કે તેનાથી વધારે રન બનાવી કોઇ ટીમ ટેસ્ટ મેચ જીતી શકી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: India vs england, India vs England 3rd Test, Team india, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन