સચિન તેંડુલકરને આ ખેલાડીથી ખતરો, પણ ઇશાંત શર્મા ખતમ કરી નાખશે કારકિર્દી!

કૂક ભારત સામે રમેલી 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 16ની એવેરેજથી ફક્ત 80 રન બનાવી શક્યો છે

News18 Gujarati
Updated: August 21, 2018, 5:39 PM IST
સચિન તેંડુલકરને આ ખેલાડીથી ખતરો, પણ ઇશાંત શર્મા ખતમ કરી નાખશે કારકિર્દી!
એલિસ્ટર કૂકને ઇશાંત શર્માએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો
News18 Gujarati
Updated: August 21, 2018, 5:39 PM IST
નોટિંઘમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં એલિસ્ટર કૂક ફક્ત 17 રન બનાવી આઉટ થયો હતો. એલિસ્ટર કૂકને ઇશાંત શર્માએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં પણ કૂક 29 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો.

ઇશાંતની સામે કૂક ઘણો પરેશાન જોવા મળે છે. ઇશાંતે કૂકને 17 વખત પેવેલિયન મોકલ્યો છે. પોતાની કારકિર્દીમાં ઇશાંત શર્માએ કોઈ બીજા બેટ્સમેનને આટલી વખત આઉટ કર્યો નથી. ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડ સામે સૌથી વધારે 49 વિકેટ ઝડપી છે.

કૂક ભારત સામે રમેલી 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 16ની એવેરેજથી ફક્ત 80 રન બનાવી શક્યો છે. કૂક શ્રેણીમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી અને તેનો બેસ્ટ સ્કોર 29 રન છે. કૂકની સતત નિષ્ફળતા પછી તેની કારકિર્દી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઇંગ્લિશ મીડિયામાં ચર્ચા છે કે જલ્દી તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવી શકે છે.

નોટિંઘમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં એલિસ્ટર કૂક ફક્ત 17 રન બનાવી આઉટ થયો (તસવીર - ટ્વિટર)


કૂક વર્તમાનમાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ખેલાડી છે. કૂકે ટેસ્ટમાં 12179 રન બનાવ્યા છે અને તે હજુ 33 વર્ષનો જ છે. એમ માનવામાં આવે છે કે તે ટેસ્ટમાં સચિન તેંડુલકરના સૌથી વધારે 15921 રનનો રેકોર્ડ તોડી શકે છે. જોકે કૂકનું કંગાળ ફોર્મ તેના માટે અવરોધ બની શકે છે.
First published: August 21, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...